નવરાત્રી પર્વમાં ઈમ્યુનીટીવાળા ઉપવાસ : કેટલીક ટીપ્સ

19 October 2020 10:36 AM
Dharmik Health
  • નવરાત્રી પર્વમાં ઈમ્યુનીટીવાળા ઉપવાસ : કેટલીક ટીપ્સ

ઉપવાસ અને આસ્થાનો મહોત્સવ એકવાર ફરીને પોતાના ચમર પર છે, આજે કોવિડ-19ની વચ્ચે આપણા જીવનના તમામ બદલાવોની સાથે નવરાત્રીના વ્રતોમાં કેટલાક બદલાવ જરૂરી છે

વ્રત, એક શબ્દ, તમારી આસ્થાનો, માન્યતાનો, વિશ્ર્વાસનો, જેને પોતાના ઇષ્ટ માટે ભુખ્યા રહીને સૌ પોતપોતાની શ્રદ્ધા દર્શાવે છે. જો ઉપવાસને વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઇએ તો તે આપણા પાચનને દુરસ્ત કરવામાં આપણી મદદ કરે છે. સાથોસાથ શહીરના વિષૈલા પદાર્થોને પણ નીકાળે છે. ઘણીવાર લોકો વજન ઘટાડવા માટે પણ ‘ઉપવાસ’ કરે છે. પરંતુ આજના માહોલમાં જરૂરી છે કે ઉપવાસ સાચા ઢંગથી કરવામાં આવે, એમ ન કરવાથી ફાયદાના બદલે નુકસાન પહોંચાડી શકે છે ઉપવાસ.
આ અંગે ન્યુટ્રીનિસ્ટ ડો.ભારતી દીક્ષિત જણાવે છે કે ઉપવાસ દરમ્યાન ખોરાકમાં કાર્બોહાઇટ્રેડમાં આવેલ કમીના કારણે આપણા શરીર તેમાં હાજર વસાને એનર્જીના તૌર પર વપરાતું થઇ જાય છે. તેમ લાંબા સમય સુધી ભુખ્યા રહેવાના કારણે મેટાબોલિજમ ધીમુ પડે છે અને પાચન કમજોર થઇ જાય છે.
આથી જરૂરી બને છે કે ઉપવાસ દરમ્યાન પોતાના ખોરાકમાં સાચુ પોષણ અને એની અવધિની સાથે અન્ય બાબતોનું ણ ધ્યાન રાખવું જોઇએ. જેથી પોતાની આસ્થાનો શરીર પર કોઇ વિપરીત પ્રભાવ ન પડે.
કોરોના કાળમાં તમામ સાવધાનીઓની સાથે જે ચીજની સૌથી વધુ જરૂરત છે, તે છે આપણી રોગ-પ્રતિકારક ક્ષમતા અને હવે ઉપવાસ દરમ્યાન પણ આપણે તેને મજબૂત રાખવી પડશે. કેટલીક ચીજોને પોતાના ખોરાકમાં જગ્યા આપીને તમે તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા બનાવી રખાય છે. પોતાના ખોરાકમાં જગ્યા આપીને તમે તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા બનાવી રખાય છે.
જેમકે વ્રતના તહેવારમાં આપણે મખાને સામેલ કરીએ છીએ શું તમે જાણો છો કે નાનકડુ મખાના ગુણોમાં કેટલું વધારે છે ? જો જાણતા નથી તો જાણી લો કે મખાના કાર્બોહાઇટે્રેડ, પ્રોટીન, કેલ્શીયમ અને ફાઇબરનું સારૂ સ્ત્રોત પણ છે. તે ખાધા પછી તમને લાંબા સમય સુધી ભૂખ લાગશે નહિ તેમજ આના દિવસની એનર્જી પણ મળે છે. ‘મખાના’ આપણા લોહીના ઝેરી તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે. જેને કારણે આપણી રોગ પ્રતિરોધક ક્ષમતામાં વધારો થાય છે.
મેવા જેવા કે અખરોટ, બદામ, ખજુર, પિસ્તા, કિસમીસ, અંજીર વગેરેને પણ ઉપવાસના ખાનપાનમાં સામેલ કરો.એથી તમને વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રમાં મળશે. તેમજ તેમાં મોજુદ વિટામીન ઇ કે જે બેકટેરીયા સામે લડવાની ક્ષમતા આપે છે જોે સારી રોગ પ્રતિરોધક ક્ષમતાના કારણે સંભવિત છે. તેમાં પર્યાપ્ત માત્રામાં એન્ટીઓકસીડેન્ટ પણ હોય છે જોકે આપણને અનેક બીમારીઓથી લડવાની ક્ષમતા પ્રદાન કરે છે.
ખાનપાનમાં લીલા શાકભાજી હંમેશા પોષણનો બહેતર વિકલ્પ છે. તેમાં મોજુદ વિટામીન એ તથા સી, તથા આયરન આજની સ્થિતિમાં તમારી રોગપ્રતિરોધ ક્ષમતાને વધારશે. શાકભાજી આપણને ભરપુર માત્રામાં ફાઇબર પણ આપે છે. જેથી આપણું પાચન તંત્ર મજબૂત થાય છે અને રકત પણ શુદ્ધ થાય છે. ઉપવાસમાં સીતાફળનું સેવન કરી શકાય. સીતાફળના સૂપમાં આદુ, તુલસીની જુગલબંદી રોગ-પ્રતિરોધક ક્ષમતાને દુરસ્ત રાખશે. તળેલા પદાર્થોથી બને ત્યાં સુધી દુર રહેવું સીતાફળનો હલવો પણ બનાવી શકાય છે.
શીંગોડાનો લોટ, વ્રત દરમ્યાન રોટલી, પરોઠા, પુરી વગેરે બનાવવાનો વિકલ્પ આપે છે. એટલું જ નહિ આ લોટ વ્રત દરમ્યાન ઘઉંના લોટની ઉણપ પણ પુરી કરે છે. તેમાં ડિર્ટીકસ ફાઇંગ અને કુલીંગ ગુણ તમારા શરીરના પાણીના સ્તરને બરાબર રાખે છે.
વ્રત દરમ્યાન શરીરમાં પાણીની કમીથી બચવા માટે તમે જયુસનો પ્રયોગ કરી શકો છો. તેના પ્રયોગથી પાણીની ઉણપ રહેશે નહિ. લાંબા સમયના ઉપવાસ દરમ્યાન શરીરમાં તરલ પદાર્થની કમી સંભવ છે. પાણી શરીરમાં ઇલેકટ્રોલાઇટને ઠીક રાખવામાં સહાયક બને છે.
સાથે જ પાણી પોષક તત્વોને અવશોષીત કરવામાં પણ મદદરૂપ બને છે. જાણકારોના કહેવા મુજબ દિવસભરમાં ઓછામાં ઓછા બાર ગ્લાસ તરલ પદાર્થ પીવા જોઇએ. ખાટા રસવાળા ફળો જેવા કે સંતરા, મોસંબી, અનાનસ વગેરે. આ ફળો રોગ પ્રતિકારક શકિતને વધારશે. નારીયેળ પાણી પણ લઇ શકાય છે. આ પોટેશ્યમનો સ્ત્રોત હોય છે. આ શરીરના રકતચાપને નિયંત્રીત રાખે છે. તરલ ખોરાકમાં લોફેટ દૂધ, નારીયેળ પાણી, લીંબુ પાણી, ગ્રીન ટી, છાસ વગેરે લઇ શકાય.
કોરોના કાળમાં આપણે સૌએ પોષ્ટીક ભોજનની જરૂર છે. વ્રતના સમયે પણ, ઉપવાસ દરમ્યાન ફળોનો ઉપયોગ ગુણકારી છે. આ ક્રમમાં કિવિ, શિંગોડા, ગાજર, ટમેટા, લીંબુ, ખીર વગેરે લઇ શકાય. આ બધા ખાદ્ય પદાર્થો ફાઇબર, એન્ટી ઓકસીડેન્ટ આપશે જે ન માત્ર તમારા રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારશે પરંતુ ડિટોકસ પણ કરશે તેમજ આ માંસપેશીઓની મરામતમાં પણ મદદગાર
રહેશે.


Related News

Loading...
Advertisement