11 નવેમ્બરે રિલીઝ થશે ‘આશ્રમ-2’

19 October 2020 10:02 AM
Entertainment
  • 11 નવેમ્બરે રિલીઝ થશે ‘આશ્રમ-2’

મુંબઇ, તા.19
બોબી દેઓલની ‘આશ્રમ’ની પ્રથમ રીલીઝ લોકોને ખુબ પસંદ પડી હતી તેને 20 કરોડથી વધુ લોકોએ જોઇ હતી જેની સ્ટોરી અધૂરી રાખવામાં આવી હતી હવે આશ્રમ: ચેપ્ટર-2 ધ ડાર્ક સાઇડ 11 નવેમ્બરે રીલીઝ થવા જઇ રહી છે, પ્રકાશ ઝા ડિરેકટ કરેલી આ વેબ સીરીઝમાં બોબી દેઓલ કાશીપુરના બાબા નિશલાની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.

પ્રથમ સિરીઝમાં અધૂરી રહેલી સ્ટોરી સેક્ધડ સીરીઝમાં પુરી કરવામાં આવશે, આ સ્ટોરી એક ઢોંગી બાબાની આસપાસ ફરે છે, બાબાને માનનારા ભક્તોનો વિશાળ વર્ગ છે, જે બાબા પર આંખ બંધ કરીને વિશ્ર્વાસ કરે છે, પહેલી સિઝનમાં આશ્રમમાં મૃતદેહો અને નરકંકાલ મળી આવી છે તો આગળની સ્ટોરી સેક્ધડ સિરીઝમાં જોવા મળે છે.


Related News

Loading...
Advertisement