GOOD NEWS! રશિયાની કોરોના વેક્સિન Sputnik-Vનું બીજા અને ત્રીજા તબક્કાનું ટ્રાયલ ટૂંક સમયમાં ભારતમાં શરૂ થશે

17 October 2020 10:43 PM
Rajkot India
  • GOOD NEWS! રશિયાની કોરોના વેક્સિન Sputnik-Vનું બીજા અને ત્રીજા તબક્કાનું ટ્રાયલ ટૂંક સમયમાં ભારતમાં શરૂ થશે

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝને ટ્રાયલ માટે મંજૂરી આપી

દિલ્હીઃ
રશિયા દ્વારા બનાવાયેલી કોરોના વેક્સિન Sputnik-Vના બીજા અને ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ્સ ભારતમાં જલ્દીથી શરૂ થવાની સંભાવના છે. આ માટે, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ ભારતીય ડ્રગ ઉત્પાદક ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ (DRL) ને મંજૂરી આપી દીધી છે. હૈદરાબાદ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપનીએ 13 ઓક્ટોબરે ફરીથી ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને અરજી કરી હતી અને દેશમાં રશિયન કોરોના રસી Sputnik-Vના બીજા અને ત્રીજા તબક્કાના એક સાથે હ્યુમન ટ્રાયલ માટે મંજૂરી માંગી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ, કોરોના માટે બનાવાયેલી નિષ્ણાત સમિતિ (SEC) એ ખૂબ વિચાર-વિમર્શ કર્યા પછી સંભવિત રસીના બીજા તબક્કાના ટ્રોલયલ કરવાની મંજૂરી આપવાની ભલામણ કરી છે. બીજા તબક્કાના સલામતી અને પ્રતિરક્ષા સંબંધિત ડેટા રજૂ કર્યા પછી બીજા તબક્કામાં માનવ પરીક્ષણ માટે મંજૂરી મળશે.

ડો. રેડ્ડીઝ અને રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઈએફ) દ્વારા જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'આ એક મલ્ટી-સેન્ટર અને નિયંત્રિત અભ્યાસ હશે, જેમાં સલામતી અને રોગપ્રતિકારક અભ્યાસનો સમાવેશ કરવામાં આવશે.' નોંધપાત્ર વાત એ છે કે Sputnik-V વેક્સિનના રૂપમાં રજીસ્ટર થયા પહેલા રશિયામાં ઓછા લોકો પર પરીક્ષણ કરાયું હતું. તેથી ડીસીજીઆઈએ ડો. રેડ્ડીના ભારતની મોટી વસ્તીમાં પરીક્ષણના પ્રારંભિક પ્રસ્તાવ પર સવાલ ઉઠાવ્યા હતા. પરંતુ હાલમાં 40,000 સહભાગીઓ પર પરીક્ષણ થઈ રહ્યું છે.

સ્પુતનિક વીની રસી આરડીઆઈએફ અને ગેમાલેયા નેશનલ રિસર્ચ સેન્ટર ઓફ એપિડેમિયોલોજી અને માઇક્રોબાયોલોજી દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. રશિયાએ Sputnik-Vને વિશ્વભરમાં પ્રથમ કોરોના રસી તરીકેની મંજૂરી આપી હતી. આ પછી, રશિયાએ 14 ઓક્ટોબરના રોજ બીજી કોરોના રસી EpiVacCorona ને મંજૂરી આપી છે.


Related News

Loading...
Advertisement