રાજકોટના મોટી ટાંકી ચોક નજીકથી રૂ. ૯૯,૦૦૦ ના ગાંજા સાથે ૨૫ વર્ષીય યુવાનને દબોચી લેતી SOG

17 October 2020 10:18 PM
Rajkot Crime
  • રાજકોટના મોટી ટાંકી ચોક નજીકથી રૂ. ૯૯,૦૦૦ ના ગાંજા સાથે ૨૫ વર્ષીય યુવાનને દબોચી લેતી SOG

આરોપી ઓટો રીક્ષામાં ગાંજાની હેરાફેરી કરતો હતો, પોલીસે રૂ.૧.૨૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

રાજકોટ:
શહેરના મોટી ટાંકી ચોક નજીકથી SOGની ટીમે ૯૯,૦૦૦ ના ગાંજા સાથે એક ૨૫ વર્ષીય યુવાનને દબોચી લીધો હતો. આરોપી ઓટો રીક્ષામાં ગાંજાની હેરાફેરી કરતો હતો. પોલીસે ગાંજાનો જથ્થો, રીક્ષા મળી પોલીસે રૂ.૧.૨૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આજે તા.૧૭ના રાજકોટ શહેર એસ.ઓ.જી.ના પીઆઈ આર.વાય.રાવલ તથા હેડ.કોન્સસ્ટેબલ ભાનુભાઇ મીયાત્રા, કિશનભાઇ આહીર, ધમેન્દ્રસિંહ ઝાલા, કોન્સ્ટેબલ રણછોડભાઇ આલ, કૃષ્ણસિંહ જાડેજા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે મોટી ટાંકી ચોકથી આર.કે.સી. કોલેજ તરફ જતા રોડ ઉપર ઉમરભાઇ બાંભણીયા માર્ગ કોલેજવાડી શેરી નં. ૧ સૂચક સરકારી ડીસ્પેન્સરી સામેથી શંકાસ્પદ હાલતમાં રીક્ષામાં નીકળેલા આશીફ ઇબ્રાહીમભાઇ થેબેપોત્રા (ઉ.વ.૨૫, રહે. ગવલીવાડ મેઇન રોડ કોટક સ્કુલની પાછળ)ને અટકાવી તેની રીક્ષાની ઝડતી લેતા કાળા કલરના થેલામાંથી નશાકાર પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ૯૯,૦૦૦ ની કિંમતનો ૯.૯૦૦ કિ.ગ્રા. ગાંજાનો જથ્થો, જી.જે. - ૧૮ - એકસ - ૭૨૯૯ નંબરની રીક્ષા જેની કિંમત ૨૫૦૦૦ ગણી કુલ રૂ. ૧,૨૪,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આરોપી આશીફ થેબેપોત્રા સામે પ્રદ્યુમનનગર પોલીસ મથકે એનડીપીએસ એકટ અંતગર્ત ગુન્હો નોંધવાની તજવીજ કરાઈ હતી. આરોપી ગાંજો કયાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related News

Loading...
Advertisement