ભાવનગરમાં આજે નવા ૧૮ કેસો, ૨૨ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

17 October 2020 08:38 PM
Bhavnagar Saurashtra
  • ભાવનગરમાં આજે નવા ૧૮ કેસો, ૨૨ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૪,૫૮૧ કેસો પૈકી ૧૨૦ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.૧૬
ભાવનગર જિલ્લામાં આજે ૧૮ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા ૪,૫૮૧ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૯ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ ૧૨ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં મહુવા ખાતે ૨, તળાજા ખાતે ૧, સિહોર ખાતે ૧, ઉમરાળા ખાતે ૧ તેમજ ઉમરાળા તાલુકાના લીમડા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૬ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે.

આજે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૧૫ અને તાલુકાઓના ૭ એમ કુલ ૨૨ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ દર્દીઓને ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવું પડશે.
આમ જિલ્લામાં નોંધાયેલા ૪,૫૮૧ કેસ પૈકી હાલ ૧૨૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૪,૩૮૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં ૬૮ દર્દીઓનુ મોત થઈ ચૂક્યું છે.


Related News

Loading...
Advertisement