આવી જાવ મેદાનમાં: બોક્સિગં-કિકિંગ કરી પરસેવો પાડતી કંગના

17 October 2020 07:38 PM
Entertainment
  • આવી જાવ મેદાનમાં: બોક્સિગં-કિકિંગ કરી પરસેવો પાડતી કંગના
  • આવી જાવ મેદાનમાં: બોક્સિગં-કિકિંગ કરી પરસેવો પાડતી કંગના
  • આવી જાવ મેદાનમાં: બોક્સિગં-કિકિંગ કરી પરસેવો પાડતી કંગના

વીડિયો અપલોડ કરીને જયા બચ્ચનના નિવેદનનો જવાબ પણ આપ્યો

બોલિવૂડની બિન્દાસ્ત અભિનેત્રી કંગના રનૌતે બોક્સિગં અને કિકિંગ કરીને પરસેવો પાડતી હોય તેવો વીડિયો અપલોડ કરતાં ચાહકો પાણી પાણી થઈ ગયા હતા. આ સાથે જ કંગનાએ હવે જયા બચ્ચનની ‘બોલિવૂડ કી થાલી’ના નિવેદન અંગે જવાબ આપ્યો છે. કંગનાએ સોશ્યલ મીડિયા પર પોતાનો એક વીડિયો અપલોડ કર્યો છે જેમાં તે મનાલીના પોતાના ઘરે બોક્સિગં, કિકિંગ વગેરેની ટ્રેનિંગ લેતી દેખાઈ રહી છે. આ વીડિયો સાથે કંગનાએ લખ્યું છે કે મારી આગામી ફિલ્મો તેજસ અને ધાકડ માટે મેં એક્શન-ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. તેજસમાં હું એક સૈનિકની ભૂમિકામાં છું અને ધાકડમાં મારો રોલ જાસૂસનો છે. કંગનાએ લખ્યું કે બાલિવૂડની થાળીએ મને ઘણું આપ્યું છે તે વાત સાચી પણ સામી બાજુ મેં પણ બોલિવૂડને તેની સૌપ્રથમ એક્શન હિરોઈન આપી છે તે વાત ભૂલવી ન જોઈએ.


Related News

Loading...
Advertisement