ગુજરાતમાં કોરોના કહેર 'કુણો' પડી ગયો : આજે નવા ૧૧૬૧ કેસ સામે, ૧૨૦૦ થી વધુ દર્દી સાજા થયાબ

17 October 2020 07:38 PM
Rajkot Gujarat
  • ગુજરાતમાં કોરોના કહેર 'કુણો' પડી ગયો : આજે નવા ૧૧૬૧ કેસ સામે, ૧૨૦૦ થી વધુ દર્દી સાજા થયાબ

છેલ્લા ૨૪ કલાકમાં ૯ દર્દીના મોત, કુલ મૃત્યુઆંક ૩૬૨૯ થયો

રાજકોટઃ
ગુજરાતમાં એક સમયે કહેર માચાવતો કોરોના હવે કુણો પડી ગયો છે. દિન-પ્રીતિદિન કેસો ધટી રહ્યા છે. જ્યારે નવા કેસ કરતા સાજા થતા દર્દીની સંખ્યા વધુ હોવાથી એક્ટિવ કેસ પણ ઘટ્યા છે. આજે પણ ૧૨૦૦ થી વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોના પોઝીટીવ નવા ૧૧૬૧ કેસો નોંધાયા છે. જ્યારે ૯ દર્દીઓના મૃત્યુ થયા છે. તેમજ ૧૨૭૦ દર્દીઓ સાજા થયા છે. હાલ ૭૯ દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે ૧૪૫૦૮ દર્દીઓ સ્ટેબલ છે. કુલ મૃત્યુઆંક ૩૬૨૯ તથા કુલ પોઝીટીવ કેસનો આંક ૧૫૮૬૩૫ પર પહોંચ્યો છે.

જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

સુરત ૨૩૯
અમદાવાદ ૧૮૩
વડોદરા ૧૧૬
રાજકોટ ૧૦૮
જામનગર ૭૪
મહેસાણા ૪૧
પાટણ ૩૩
ભરૂચ ૨૭
સાબરકાંઠા ૨૪
જૂનાગઢ ૪૧
ગાંધીનગર ૩૯
મોરબી ૨૧
અમરેલી ૨૦
સુરેન્દ્રનગર ૨૦
ગીર સોમનાથ ૧૮
બનાસકાંઠા ૧૭
ખેડા ૧૭
નર્મદા ૧૬
પંચમહાલ ૧૬
કચ્છ ૧૫
ભાવનગર ૧૮
દાહોદ ૧૨
મહિસાગર ૧૨
આણંદ ૮
પોરબંદર ૬
દેવભૂમિ દ્વારકા ૬
છોટા ઉદેપુર ૫
અરવલ્લી ૩
નવસારી ૩
બોટાદ ૨
વલસાડ ૧.


Related News

Loading...
Advertisement