એચ-1બી વીઝાનો ફી વધારો સોમવારથી અમલી બનશે

17 October 2020 07:35 PM
World
  • એચ-1બી વીઝાનો ફી વધારો સોમવારથી અમલી બનશે

પ્રીમીયમ પ્રોસેસીંગ ફી વધારી 2500 ડોલર કરાઈ

મુંબઈ તા.17
અમેરિકી સીટીઝનશીપ અને ઈમીગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઈએલ) એ જાહેર કર્યું છે કે એચ-1બી વિઝાની પ્રીમીયમ પ્રોસેસીંગ ફીમાં વધારો સોમવારથી લાગુ પડશે.
ઉલ્લેખનીય છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બહાલ રાખેલા ખરડાની ઈમીગ્રેશન એજન્સી વિઝાની નવી કેટેગરીને પ્રીમીયમ પ્રોસેસીંગ રૂટ હેઠળ લાવી શકશે.હાલમાં એજન્સીએ એચ-1બી વિઝાની પ્રીમીયમ પ્રોસેસીંગગ ફી 1440 ડોલર 2500 ડોલર કરવાની જાહેરાત કરી છે. આ સ્કીમ હેઠળ 15 દિવસમાં વિજા અરજીનો નિર્ણય કરશે. જો કે એચ-4 એચ-1બી વિઝા હોલ્ડરોના આસરે રહેતા, અને એચ-1બી વિઝાધારકોના જીવનસાથીને કામ કરવાની છૂટ આપતા એમ્પ્લોટમેન્ટ ઓથોરાઈઝેશન ડોકયુમેન્ટના પ્રીમીયમ પ્રોસેસીંગની દરખાસ્ત હાલ અભેરાઈએ ચડાવી દેવાઈ છે.


Related News

Loading...
Advertisement