સેનાની સહાનુભૂતિ જોઈ આતંકવાદીએ કર્યું સરેન્ડર

17 October 2020 07:34 PM
India
  • સેનાની સહાનુભૂતિ જોઈ આતંકવાદીએ કર્યું સરેન્ડર

ના ગોળી ચાલી ન ધમકી આપી, સેનાએ આતંકવાદીને પાણી પીવડાવી શાંત કર્યો, પરિવાર સાથે મિલન કરાવ્યું : ઘટનાનો વીડિયો સામે આવ્યો

રાજકોટ,તા. 17
જમ્મુ કાશ્મીરથી આતંકવાદીઓના એન્કાઉન્ટરની ખબરો વચ્ચે એક માનવતાવાદી કિસ્સો સામે આવ્યો છે. જે મુજબ સેનાની સહાનુભૂતિ જોય આતંકવાદીએ સરેન્ડર કર્યું છે. બદગામ અથડામણ વચ્ચે આ ઘટના સામે આવી છે. જ્યારે આ બન્યું ત્યારે સેનાએ આતંકી સામે ના ગોળી ચાલી કે ના ધમકી આપી, ઉલ્ટાનું સરેન્ડર કર્યા બાદ આતંકવાદીને સેનાના જવાનોએ પાણી પીવડાવી શાંત કર્યો હતો અને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. હાલ આ બનાવનો વીડિયો સામે આવ્યો છે.

વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ અને સાંભળી શકાય છે કે, કેવી રીતે સેનાના જવાનોએ આતંકવાદી પાસે સરેન્ડર કરાવ્યું હતું. વીડિયોમાં દેખાય છે કે, એક જવાન આતંકવાદીને પોતાની પાસે બોલાવે છે અને પોતાના સહયોગીને ગોળી ના ચલાવવાનો આદેશ આપી રહ્યો છે. તે કહી રહ્યો છે કે, ઈધર આ ઈધર, કોઈ ગોલી નહીં ચલાયેગા, કોઈ ફાયર નહીં કરે, જહાંગીર (આતંકવાદી) ઈધર આ, ઑલ પાર્ટી ક્વાઈટ. જહાંગીર ઈધર દેખો. અપના પેન્ટ પહનો. સીધે આઓ. અપની જર્સી છોડદો, કોઈ ઔર તો નહીં હૈ ના વહા, કોઈ હથિયાર તો નહીં.

આતંકવાદી સૈનિકો પાસે ચાલીને આવે છે. સેનાના જવાનો તેને જમીન પર બેસવાનું કહે છે. સહાનુભૂતિ આપી શાંત કરે છે. જ્યારે એક જવાન આતંકવાદી જહાંગીરને પાણી પીવડાવવા માટે કહી રહ્યો છે અને તેને પાણી આપવામાં આવે છે. જહાંગીરને આરામથી બેસવાનું કહેવાય છે અને પછી તેને તેના પરિવાર સાથે મુલાકાત કરાવવામાં આવે છે. ઘટનાનો વીડિયો સુરક્ષાદળના કર્મચારીઓએ ઉતાર્યો છે. જહાંગીર પાસેથી અઊં-47 પણ જપ્ત કરવામાં આવે છે. જ્યારે આ આતંકીને તેના પરિવાર સાથે મિલન કરાવવામાં આવે છે ત્યારે ત્યારે સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. તેમના કાકા તો જવાનોને પગે પણ લાગ્યા હતા.

સેનાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ગત તા. 13 ઓક્ટોબરના રોજ એસપીઓ બે એકે-47 રાઈફલ સાથે ફરાર થઈ ગયો હતો. તે દિવસથી ત્યનો સ્થાનિક યુવાન જહાંગીર આહ ભટ્ટ પણ ગુમ હતો. પરિવાર તેની ભાળ મેળવવા મથી રહ્યો હતો. આજે સવારે એક ઓપરેશનમાં જહાંગીરની જાણ થઈ. ભારતીય સેનાએ જહાંગીરને આત્મસમર્પણ કરવા માટે મનાવવાનો પ્રયત્ન કર્યો અને તેણે


Related News

Loading...
Advertisement