બિહાર ચુંટણી : બે લોકગાયિકા આમને-સામને

17 October 2020 07:32 PM
India
  • બિહાર ચુંટણી : બે લોકગાયિકા આમને-સામને

નવી દિલ્હી તા. 17 : બિહારમાં ચુંટણી પ્રચાર જોર શોરથી શરૂ થઇ ચુકયો છે. જેનું પરિણામ 10 નવેમ્બરે જાહેર થશે. ચુંટણી પહેલા તમામ પાર્ટીઓ લોકોને પોતાના પક્ષમાં મત અપાવવા માટે અવનવા તુકકાઓ અજમાવી રહયા છે. સતા અને વિપક્ષ એક-બીજા પર આરોપો લાગી રહયા છે. જયા એનડીએ પોતાના 1પ વર્ષના કામો ગણાવી રહી છે તો વિપક્ષ સરકારને કોરોના વાયરસ, બેરોજગારી જેવા મુદાઓ પર ઘેરી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર બે લોકગાયિકા પણ સામ-સામે આવી ગઇ છે.
બિહારની જાણીતી ગાયિકા મૈથિલી ઠાકુરે મૈથિલી ભાષામાં એક વિડીયો જાહેર કરતા જણાવ્યુ કે મિથિલામાં શું-શું છે. તો લોકગાયિકા નેહા રાઠોરે તેને સુચન આપતા જણાવ્યુ કે લોક-કલાકારોને લોકોના હિતો સાથે સમાધાન કરવુ જોઇએ નહી.સ બિહારની લોકગાયિકા મૈથીલી ઠાકુરે એક વિડીયો જાહેર કરીને જણાવ્યુ કે મિથિલા સાથે બિહાર આગળ વધી રહયુ છે. વિડીયોમાં તેણે જણાવ્યુ કે દરભંગામાં એરપોર્ટની સાથે એઇમ્સ હોસ્પિટલ બની રહી છે. જેને લીધે દિલ્હી, મુંબઇ અને બેંગ્લુર વધારે દુર નહીં રહે. અગાઉ ઝુપડપટ્ટીમાં શાળા ચાલતી હવે પાકી ઇમારતોમાં ચાલી રહી છે. મૈથિલી ઠાકુરના વીડિયો પર લોકગાયિકા નેહા રાઠોરે પોતાની પ્રતિક્ષિયા આપી છે. તેણે મૈથિલીને ટિવટ કરીને કહયું કે ‘લોક-કલાકારોને લોક હિતો સાથે સમાધાન કરવું ન જોઇએ.’

બિહારમાં રાહુલ ફકત બે રેલી કરશે
નવી દિલ્હી: બિહાર ધારાસભા ચૂંટણીમાં એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12-12 રેલીઓ યોજવાના છે તે સમયે કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી ફકત 2 રેલીઓને જ કરશે. પ્રથમ રેલી હિસુમામાં અને બીજી રેલી કહલગાવમાં રાહુલ ગાંધી કરશે.


Related News

Loading...
Advertisement