ગુરૂપ્રસાદ ચોક અંકુરનગરમાં રહેતા પ્રૌઢા પાણીના ટાંકામાં ડુબી જતાં સારવારમાં મોત

17 October 2020 07:31 PM
Rajkot
  • ગુરૂપ્રસાદ ચોક અંકુરનગરમાં રહેતા પ્રૌઢા પાણીના ટાંકામાં ડુબી જતાં સારવારમાં મોત

રાજકોટ તા.17
મવડી મેઇન રોડ અંકુરનગર શેરી નં.4માં રહેતા સોનલબેન સુરેશભાઇ હાલાણી (ઉ.વ.51) નામના પ્રૌઢા આજે સવારે પોતાના ઘરે પાણી ભરતા હતા ત્યારે પાણીના ટાંકામાં પડી જતાં પાણીમાં મોઢુ ડુબી જતાં શ્ર્વાસ રૂંધાયો હતો. જેથી તેનું સારવારમાં મોત નિપજયું હતું. તેમને સંતાનમાં એક પુત્રી એક પુત્ર છે. પતિને ઘર પાસે કરીયાણાની દુકાન છે.
જયારે અન્ય બનાવમાં રામનાથપરામાં રહેતા મુકતરાબેન અબ્દુલબેન મંડલ (બંગાળી) (ઉ.વ.22) નામની યુવતીએ માનસીક બિમારીથી કંટાળી ગળાફાંસો ખાવાની કોશીશ કરતાં પરિવારે બચાવી તેને સિવિલમાં ખસેડી હતી. કારણ જાણવા તજવીજ આદરી છે.


Related News

Loading...
Advertisement