239 દિવસ પછી ફરી ‘નાટક’ થશે શરૂ

17 October 2020 07:29 PM
Entertainment
  • 239 દિવસ પછી ફરી ‘નાટક’ થશે શરૂ

કોરોનાને કારણે ઠપ્પ પડી ગયેલા ગુજરાતી રંગભૂમિનો પહેલો શો મસૂરીમાં થશે શૂટ

કોરોનાને કારણે લગભગ બધું જ ઠપ્પ થઈ જવા પામ્યું હતું. જો કે હવે ધીમે ધીમે બધું થાળે પડતું જતું હોવાને કારણે મંજૂરી આપવામાં આવી રહી છે. દરમિયાન 239 દિવસ બાદ ગુજરાતી નાટકનો સિલસિલો શરૂ થવા જઈ રહ્યો છે. 11 માર્ચથી બંધ થયેલા ગુજરાતી નાટકો પછી હવે પહેલો શો પાંચમી નવેમ્બરે ઉત્તરાખંડના મસૂરીમાં થશે અને સિદ્ધાર્થ રાંદેરિયા બ્લફમાસ્ટર ગુજ્જુભાઈનો પ્રાઈવેટ શો કરશે. મસૂરીનો આ શો પ્રાઈવેટ શો છે અને લિમિટેડ લોકોને જ તેમાં પ્રવેશ આપવામાં આવશે. નાટકમાં કુલ 11 કલાકારો કામ કરી રહ્યા છે. આ અંગે સિદ્ધાર્થ રાંદેરિયાએ જણાવ્યું કે કોઈને ઓછા કરવાનો પ્રશ્ર્ન જ નથી, ઉલટું જો એક્ટર વધારી શકાતાં હોય તો હું તેનો પ્રયાસ કરીશ. લાંબા સમયથી બધા ઘરે બેઠા છે અને થિયેટર રાબેતા મુજબ ક્યારે શરૂ થશે તે કહી શકાય તેમ નથી ત્યારે સ્વાભાવિક રીતે વધુમાં વધુ લોકોને કામ મળે તે અત્યંત જરૂરી છે. ઉલ્લેખનીય છે કે આ શોના 700થી વધારે શો થઈ ચૂક્યા છે.


Related News

Loading...
Advertisement