આવું કરવું ભારે પડી શકે છે

17 October 2020 07:28 PM
India
  • આવું કરવું ભારે પડી શકે છે
  • આવું કરવું ભારે પડી શકે છે

સોશ્યલ મીડિયા પર વિવિધ વીડિયો જોઈને તેનું અનુકરણ કરવાની ઘેલછા લોકોને મોતના મુખ સુધી ધકેલી રહી છે. દરમિયાન કાંદિવાલીના એક હાઈરાઈઝડ બિલ્ડિંગમાં જીવલેણ કહી શકાય તેવો સ્ટન્ટ કરતાં યુવકનો વીડિયો વાયરલ થતાં પોલીસે તેની અને તેના બે મીત્રોની ધરપકડ કરી છે. કાંદિવલી (વેસ્ટ)માં આવેલા 23 માળના એક બિલ્ડિંગની ટોચ પર ખુલ્લા ભાગમાંથી અત્યંત પાતળા સ્લેબ પર ઉતરીને હાથ ઉપર ઉભા રહેવાનો સ્ટન્ટ કરી રહેલા નોમન ડિસોઝા નામના યુવકની પોલીસે ધરપકડ કરી છે. નોમનનો આ વીડિયો તેના સાથીદારોએ ફિલ્માવ્યો હતો અને તે જોતજોતામાં વાયરલ થતાં પોલીસે નોમન અને તેના બે મીત્રોની ધરપકડ કરી હતી.


Related News

Loading...
Advertisement