ફિનલેન્ડના 34 વર્ષિય મહિલા વડાપ્રધાનના લો-કટ જેકેટ સાથેના ફોટોશૂટે જગાવ્યો વિવાદ

17 October 2020 07:24 PM
World
  • ફિનલેન્ડના 34 વર્ષિય મહિલા વડાપ્રધાનના લો-કટ જેકેટ સાથેના ફોટોશૂટે જગાવ્યો વિવાદ

ફિનલેડના 34 વર્ષીય મહિલા વડાપ્રધાન સેના મરિને એક મેગેઝીન માટે ‘ખુલ્લું’ મતલબ કે લો-કટ જેકેટ પહેરીને ફોટોશૂટ કરાવતાં જબરો વિવાદ થઈ ગયો છે. બીજી બાજુ આ ફોટોશૂટ બહાર આવતાં લોકો તેમની ટીકા પણ કરવા લાગ્યા છે. લોકો કહી રહ્યા છે કે વડાપ્રધાન થઈને તમે આવું કેવી રીતે કરી શકો ? જો કે સેના મરિનની ટીકા થઈ રહી છે ત્યારે તેમના સમર્થનમાં પણ અનેક લોકો આવી ગયા છે અને તેમણે પણ અંદર કંઈ પહેર્યા વગરના લો-કટ જેકેટવાળા તેમના ફોટો સોશ્યલ મીડિયા પર શેયર કરવાનું શરૂ કરી દીધું છે.


Related News

Loading...
Advertisement