બનાવટી ઇન્સ્યોરન્સ પોલીસી પ્રકરણમાં સુત્રધાર અંકુર મહેતા 13 વર્ષે પકડાયો

17 October 2020 07:22 PM
Rajkot
  • બનાવટી ઇન્સ્યોરન્સ પોલીસી પ્રકરણમાં
સુત્રધાર અંકુર મહેતા 13 વર્ષે પકડાયો

રાજકોટથી ભાગીને મુંબઇમાં રહેતો અને રાજકોટમાં આવીને સરનામું બદલીને રહેતો’તો : પોલીસે વધુ પુછપરછ આદરી

રાજકોટ, તા. 17
શહેરના ભકિતનગર પોલીસ મથકનાં 13 વર્ષ પહેલા બનાવટી પોલીસી કૌભાંડ અંગે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આ ગુન્હામાં ઘણા નાગરીકો બનાવટી ઇન્સ્યોરન્સ પોલીસીનો ભોગ બન્યા હતા. આ ગુન્હામાં મુખ્ય સુત્રધાર અંકુર નલીનભાઇ મહેતા જે રાજકોટથી ભાગીને મુંબઇ રહેવા જતો હતો અને ત્યારબાદ રાજકોટ આવી સરનામુ બદલી અલગ અલગ જગ્યાએ રહેતો હતો. ત્યારબાદ યુનિવર્સિટી પોલીસ મથકનાં પીએસઆઇ એ.બી.જાડેજા, હરપાલસિંહ જાડેજા, અજયભાઇ ભુંડીયા અને બ્રિજરાજસિંહ ગોહિલને મળેલી બાતમીને આધારે આરોપી અંકુર મહેતાને એરપોર્ટ રોડ ફાટક પાસે, રાજકૃતિ એપાર્ટમેન્ટમાંથી દબોચી પુછપરછ આદરી ભકિતનગર પોલીસને સોંપાયો છે.
આરોપી અંકુર વિરૂદ્ધ તા.14/12/2007નાં રોજ બજાજ એલાયંસ કંપનીની ડુપ્લીકેટ પોલીસી બનાવી અને બરા તરીકે ઉપયોગ કર્યાનો ગુન્હો નોંઘ્યો હતો. જેમાં અનેક નાગરીકો ભોગ બન્યા હતા. અંકુર મહેતા દોઢેક વર્ષ પહેલા એ ડીવીઝન વિસ્તારમાં જુગારના કેસમાં ઝડપાયો હતો.


Related News

Loading...
Advertisement