રૂા.50-52 કરોડની ઓફર હતી ત્યારે વેચાયો ન હતો તો 15 કરોડમાં કેમ વેચાવ! અક્ષય પટેલ

17 October 2020 07:17 PM
Rajkot
  • રૂા.50-52 કરોડની ઓફર હતી 
ત્યારે વેચાયો ન હતો તો 15 
કરોડમાં કેમ વેચાવ! અક્ષય પટેલ

કરજણ બેઠક લડી રહેલા કોંગ્રેસના પુર્વ ધારાસભ્યએ નવો ધડાકો કર્યો: હું તો લોકોના કામ માટે ભાજપમાં ગયો છું

રાજકોટ તા. 17
ગુજરાતમાં ધારાસભા પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે અને કોંગ્રેસના જે ધારાસભ્યોએ રાજીનામા આપીને ફરી ભાજપની ટિકીટ પર ચૂંટણી લડી રહ્યા છે.
તેઓએ કરોડો રૂપિયામાં સોદો કર્યો હોવાનો આક્ષેપ થાય છે તેમાં આજે કરજણ બેઠક પર ફરી ચૂંટણી લડી રહેલા અક્ષય પટેલે તેઓએ 12-15 કરોડ લઈને રાજીનામુ આપ્યુ હોવાનું નકારતા ક્યું હતું કે એમ તો લોકસભા ચૂંટણી સમયે મને 50-52 કરોડની ઓફર થઈ હતી તે સમયે વેચાયો ન હતો તો રૂા.15 કરોડમાં કઈ રીતે વેચાય!
તેઓએ કહ્યું કે મારા જ પક્ષના કેટલાક લોકો (કોંગ્રેસના) તે સમયે અન્ય લોકો સાથે મને મળ્યા હતા અને 50-52 કરોડ લઈને રાજીનામુ આપવા જણાવ્યું હતું પણ એ ‘ના’ પાડી હતી. હું વેચાવ તેવો નથી. મારા મતક્ષેત્રના લોકોના કામ થાય તે માટે હું ભાજપ સાથે ગયો છું.


Related News

Loading...
Advertisement