એસ.ટી.નાં કંડકટરો-ડ્રાઇવરો ઉપર હવે હૂમલા થશે તો.... હડતાલ !

17 October 2020 07:12 PM
Rajkot
  • એસ.ટી.નાં કંડકટરો-ડ્રાઇવરો ઉપર હવે હૂમલા થશે તો.... હડતાલ !

રાજકોટ વિભાગીય નિયામકને કર્મચારી યુનિયનની ચિમકી : રજૂઆત

રાજકોટ તા. 17 : જો હવે એસટી બસોનાં કંડકટર-ડ્રાઇવરો ઉપરનાં હુમલા બંધ નહી થાય તો એસટીનાં કર્મચારીઓ ગમ્મે ત્યારે હડતાલ ઉ5ર ઉતરી જશે. તેવી ચિમકી રાજકોટ વિભાગ-એસટી મજદુર સંઘે ઉચ્ચારી છે. અને આ પ્રશ્ર્ને રાજકોટ વિભાગીય નિયામકને આવેદનપત્ર પાઠવી રજુઆત પણ કરી છે.
આ આવેદનમાં યુનિયને જણાવેલ હતું કે ગત તા. 16/10 ના રોજ હિંમતનગર વિભાગ અને જુનાગઢ વિભાગની એસટી બસાના ફરજ ઉપરના કર્મચારીઓને કોઇ વાંક ગુન્હા વગર, ખોટી રીતે જાહેર માર્ગ ઉપર, હજારો માણસો વચ્ચે દાદાગીરી કરી પાઇપ વડે માર મારવાનો તેમજ ગાળો આપી ધમકી આપતો વિડીયો વાયરલ થયેલ છે.સ જે બાબતે કડકમાં કડક પગલા ભરવા તેમજ ફરજની રૂકાવટ, ધમકી, મારવા બાબતની ફરીયાદ નોંધાવી કર્મચારીઓની લાગણી-માંગણીને વાચા આપવી.
થોડા દીવસ પહેલા રાજકોટ બસ સ્ટેન્ડ ઉ5ર પણ મહીલા ક્ધડકટરને માર માર્યાની ફરીયાદ થયેલ ત્યારે કર્મચારીઓ સ્વયંભુ હડતાળ પાળે તેવી દહેશત જણાય છે. અમારા સંગઠન પાસે ન્યાયની માંગણી કરેલ છે. જે બાબતની ગંભીરતા સમજી કાર્યવાહી કરવી.


Related News

Loading...
Advertisement