વોર્ડ નં.10ના પુષ્કરધામ સહિતના વિસ્તારોમાં આજે પાણી વિતરણ ઠપ્પ : વાલ્વમાં ખોટકો

17 October 2020 07:10 PM
Rajkot
  • વોર્ડ નં.10ના પુષ્કરધામ સહિતના વિસ્તારોમાં આજે પાણી વિતરણ ઠપ્પ : વાલ્વમાં ખોટકો

વિમલનગર, હા.બોર્ડ, આલાપ એવન્યુમાં દેકારો : ફરી મનસુખભાઇ કાલરીયાની રજુઆત

રાજકોટ, તા. 17
મેયરના વોર્ડ નં.10માં પાણીનો દેકારો અને પાણીનું રાજકારણ શાંત પડવાનું નામ લેતું નથી. આજે આ વોર્ડના ન્યારી હેડ વર્કસનો વાલ્વ ખરાબ થઇ જતા ઘણા વિસ્તારમાં પાણી ન મળવાથી કકળાટ થયો હતો. કાલાવડ રોડ પર આવેલ ન્યારી હેડ વર્કસના વાલ્વમાં આજે ખોટકો સર્જાતા ઘણા ભાગમાં રાબેતા મુજબ પીવાનું પાણી વિતરણ થઇ શકયું ન હતું. કાલાવડ રોડથી પુષ્કર ધામ રોડ તરફના વિસ્તારો વિમલનગર, હા.બોર્ડ, પુષ્કરધામ, આલાપ એવન્યુ, તોરલ પાર્ક મેઇન રોડ પર રહેતા પરિવારોના ઘરે પાણી વિતરણ થયું ન હતું અથવા સાવ ધીમુ પાણી મળ્યું હતું. જેની ફરીયાદ કરતા ફરી કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયા સ્થળ પર દોડયા હતા. નગરસેવકે જણાવ્યું હતું કે હેડ વર્કસનો વાલ્વ ખરાબ થઇ જતા પાણી વિતરણ ખોરવાયાનું વોર્ડના ઇજનેરી કહ્યું છે. વોટર વર્કસ શાખા દ્વારા રીપેરીંગ કામગીરી કરવામાં આવી હતી પરંતુ કામ કયારે પુરૂ થશે તે નકકી નહીં તેવો જવાબ મળ્યો હતો. આ વિસ્તારમાં લાંબા સમયથી પાણી વિતરણમાં ધાંધીયા રહે છે. વિસ્તારના બહેનોએ ફરી એક વખત મનસુખભાઇ કાલરીયાને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું.


Related News

Loading...
Advertisement