ગાંધીનગરમાં ટયુશન કલાસીસ સંચાલકો દ્વારા મૌન સચિવાલય રેલી યોજવાનો પ્રયાસ : 100ની અટકાયત

17 October 2020 07:09 PM
Gujarat
  • ગાંધીનગરમાં ટયુશન કલાસીસ સંચાલકો દ્વારા મૌન
સચિવાલય રેલી યોજવાનો પ્રયાસ : 100ની અટકાયત

અનલોક-પમાં પણ ટયુશન કલાસીસો શરૂ કરવાની મંજૂરી નહીં અપાતા સંચાલકોની હાલત કફોડી : પગલા નહીં લેવાય તો આરપારની લડતની ચેતવણી

રાજકોટ/ગાંધીનગર, તા. 17
રાજ્યમાં ટયુશન કલાસીસ શરૂ કરવાની મંજૂરી આપવાની માંગણી સાથે ફેડરેશન ઓફ એકેડેમીક એસો. દ્વારા આજે ગાંધીનગરમાં મૌન સચિવાલય રેલી યોજવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો.
પરંતુ આ અંગેની કોઇ મંજૂરી લેવામાં આવી ન હોય ફેડરેશન ઓફ એકેડેમીક એસો. દ્વારા આ મૌન રેલી યોજાય તે પહેલા જ 100 જેટલા કલાસીસ સંચાલકોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી.
આ અંગે ફેડરેશન ઓફ એકેડેમીક એસો.ના પ્રેસીડેન્ટ વિજય મારૂએ ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના વાયરસના ફુફાડાના પગલે છેલ્લા આઠ માસથી રાજ્યભરમાં ટયુશન કલાસીસો બંધ છે જેના કારણે કલાસીસ સંચાલકોને પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવવું મુશ્કેલ બનેલ છે.
કોરોના અનલોકમાં પણ કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ સાથે ટયુશન કલાસીસ શરૂ કરવા મંજુરી આપવા અગાઉ સરકારને અનેક વખત રજુઆત કરવામાં આવેલ છતાં હજુ સુધી મંજુરી અપાયેલ ન હોય ટયુશન કલાસીસ સંચાલકોની હાલત કફોડીબની જવા પામી છે. આ પ્રશ્ર્ને હવે પગલા નહીં લેવાય તો આરપારની લડાઇના મંડાણ કરાશે. ટયુશન કલાસીસના સંચાલકોએ સરકાર પર આક્ષેપ કર્યો હતો કે ગુજરાત સરકાર એક તરફ આત્મનિર્ભર બનવાની લાતો કરી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવતા ટયુશન કલાસીક સંચાલકો આજે બરોજગાર બની ગયા હોવાનો સ્વીકાર કર્યો હતો. સરકાર આ મુદ્દે સમાધાનકારી અભિગમ નહીં અપનાવે તો ફેડરેશન ઓફ એકેડમી એસએન ગુજરાત હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં હોવાની સ્પષ્ટતા કરી હતી.
કેટલાક સંચાલકો એ પોતાના વિચારો વ્યકત કરતા જણાવ્યું હતું કે આજે કોરોના અનલોક ચાલી રહ્યું છે જેમાં સરકાર ટયુશન કલાસ ચાલુ કરવાની મંજુરી આપે એટલું જ નહીં સરકાર જે એસઓપી આપશે એના આધારે ટયુશન કલાસ ચલાવવાની તૈયારી બતાવી હતી અને અપીલ કરી હતી કે અનલોકમાં સરકાર બધુ ચાલુ કરે છે તો ટયુશન કલાસીસ પણ શરૂ કરવા જોઇએ જેનાથી બાળકોના અભ્યાસ વચ્ચે ઉભો થયેલો અંતરાય દૂર થશે અને સરકારના તમામ ટયુશન કલાસીસ સંચાલકો દ્વારા કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement