કોરોના ‘માપ’માં-આજે બપોર સુધીમાં 27 કેસ : રીકવરી રેટ વધીને 87.21 ટકા થયો

17 October 2020 07:07 PM
Rajkot
  • કોરોના ‘માપ’માં-આજે બપોર સુધીમાં 27 કેસ : રીકવરી રેટ વધીને 87.21 ટકા થયો

7677માંથી 6672 દર્દી સ્વસ્થ થઇ ગયા : જુદા જુદા વિસ્તારોમાં 61 માઇક્રો ક્ધટેનમેન્ટ ઝોન એકટીવ

રાજકોટ, તા. 17
રાજકોટ મહાનગરમાં ચાલુ સપ્તાહમાં સ્થિર થયેલા અને ઘટેલા કોરોનાના કેસમાં આજે બપોર સુધીમાં ફરી સામાન્ય ઘટાડો નોંધાયો છે. આજે બપોર સુધીમાં નવા ર7 દર્દી નોંધાયા છે. તો કોરોના સામે લડતા લોકોનો જંગ ઘણા અંશે સફળ થતો હોય તેમ રીકવરી રેટ 87 ટકા ઉપર પહોંચી ગયો છે.

આજે બપોરે મનપાએ જાહેર કરેલી સત્તાવાર યાદી મુજબ બપોર સુધીના 27 સહિત રાજકોટમાં કુલ દર્દીઓની સંખ્યા 7677 પર પહોંચી છે. બપોર સુધીમાં ડિસ્ચાર્જ દર્દીઓનો આંકડો 6672 છે અને આ સાથે રીકવરી રેટ 87.21 ટકા થયો છે. આજ સુધીમાં 294474 વ્યકિતના ટેસ્ટ કરવામાં આવતા તેમાંથી 2.59 ટકા રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. ગઇકાલે તા.16ના રોજ કરવામાં આવેલા 3968માંથી 78 દર્દીના રીપોર્ટ પોઝીટીવ (1.96 ટકા) આવ્યા છે. ગઇકાલે પણ 92 દર્દીને રજા આપવામાં આવી હતી. ગઇકાલની સ્થિતિએ હોસ્પિટલ હેઠળ સારવારમાં રહેલા દર્દીઓની સંખ્યા 80પ અને સત્તાવાર મૃત્યુઆંક 111 રહ્યો હતો.

રાજકોટના જુદા જુદા 61 સ્થળો પર માઇક્રો ક્ધટેનમેન્ટ ઝોન કાર્યરત છે તેમાં નાના મવા રોડ પર અંબિકા ટાઉનશીપ, નિર્મલા કોન્વેન્ટ રોડ, નવા થોરાળાના વિજયનગર, નવલનગર, શ્રીકોલોની પંચવટી રોડ, એરપોર્ટ રોડ પર સ્વપ્નસિદ્ધિ, રૈયા રોડ પર જીવનનગર, જયરાજ પ્લોટ, કેનાલ રોડ, ચંપકનગર વગેરેનો સમાવેશ થાય છે.
મહાનગરમાં આજ સુધીમાં ર0.31 લાખ લોકોનો સર્વે કરી લીધાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

તો દર્દીઓની ઓપીડીનો આંકડો 6.28 લાખ પર પહોંચ્યો છે. ગઇકાલે 40016 ઘરના સર્વેમાં 9 વ્યકિતને શરદી, ઉધરસ, તાવના લક્ષણો જોવા મળ્યા હતા. આરોગ્ય કેન્દ્રોમાં 1763 વ્યકિતઓની ઓપીડી થઇ હતી, 104 હેલ્પલાઇન પર 48 અને 108 પર 47 ફોન આવ્યા હતા. હોમ કવોરન્ટાઇન સારવાર હેઠળ 30 સંજીવની રથે 847 કુટુંબના આરોગ્યની ચકાસણી ગઇકાલે કરી હતી.


Related News

Loading...
Advertisement