કમોસમી વરસાદની અસર: શાકભાજીના ભાવમાં ધરખમ વધારો: બટેટા 50, ડુંગળી 60, ફલાવર 150 કિલો

17 October 2020 07:06 PM
Rajkot
  • કમોસમી વરસાદની અસર: શાકભાજીના ભાવમાં ધરખમ વધારો: બટેટા 50, ડુંગળી 60, ફલાવર 150 કિલો

નવા માલની આવક બાદ દિવાળી બાદ ભાવ ઘટશે

રાજકોટ તા.17
છેલ્લા બે મહિનાથી શાકભાજી ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારે કમોસમી વરસાદના કારણે શાકભાજીના પાકને નુકશાન થયું છે જેથી હાલ યાર્ડમાં શાકભાજીની આવક ઓછી છે અત્યારે રાજકોટ જીલ્લો, જસદણ, ચોટીલાથી શાકભાજીની આવક થઈ રહી છે. શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. વરસાદના વિરામ બાદ પણ શાકભાજીના ભાવ સતત વધી રહ્યા છે.
શાકમાર્કેટમાં છેલ્લા બે મહિનાથી ભાવ ઉંચા જોવા મળી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે ભાવવધારો હોય છે. પરંતુ આટલો ભાવવધારો કયારેય નથી જોયો. આ વર્ષે મેઘરાજા મન મુકીને વરસ્યા છે. પરંતુ હાલની સ્થિતિ કપરી બની રહી છે. ભારે વરસાદના કારણે પાકનું ધોવાણ થઈ ગયું છે. માંગ સામે માલની આવક ઘટતા ભાવ ઉંચકાયા છે.
માર્કેટમાં સૌથી મોંઘા, ડુંગળી, બટેટા, આદુ, કોથમરી, ફલાવર, ગુવાર, કારેલા છે. શીયાળાની ઋતુ શરૂ થતા શાકના ભાવ ઘટી જાય છે. પરંતુ કમોસમી વરસાદે પરિસ્થિતિ પિરીત કરી નાખી છે. હાલ તહેવારો પણ શરૂ થઈ ચૂકયા છે. લોકડાઉનના કારણે લોકોને મોયો આર્થિક ફટકો સહન કરવો પડી રહ્યો છે. આ સ્થિતિમાંથી હજુ લોકો ઉગરી નથી શકયા તેવામાં લોકોને બેવડો ફટકો પડયો છે. હાલ નવરાત્રીનો પર્વ શરૂ થઈ ચૂકયો છે. આયોજનો પર પ્રતિબંધ છે. પરંતુ માઈભકતો માતાની આરાધના કરશે. ત્યારબાદ વર્ષનો મોટો તહેવાર દિવાળી આવશે. લોકોને આશા છે કે દિવાળી આવતા વેપાર ધંધાને વેગ મળશે, અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પરંતુ વધતા શાકભાજીના ભાવથી લોકો ચિંતામાં મુકાયા છે. જયુબેલી શાકમાર્કેટના વેપારીએ જણાવ્યું કે છેલ્લા બે મહિનાથી શાકના ભાવ વધી રહ્યા છે. હજુ ભાવ ઘટે તેવી કોઈ શકયતા જણાતી નથી. અનુમાને દીવાળી બાદ શાકભાજીના ભાવમાં ઘટાડો થાય. કમોસમી વરસાદ વરસવાને કારણે પાકનું ધોવાણ થઈ ગયું છે. માલની અછત સર્જાતા ભાવ ઉંચાયા છે. તેમજ માર્કેટીંગ યાર્ડના શાકભાજી વિભાગના ઈન્સ્પેકટર કાનાભાઈ ચાવડાએ જણાવ્યું કે ભારે વરસાદના કારણે ભાવ વધ્યા છે. સાથે કોલ્ડ સ્ટોરેજ પણ કરવામાં નથી આવ્યુ. નવી પાકની આવક થા બાદ ભાવ ઘટશે. અંદાજે દિવાળી બાદ નવા પાકની આવક થશે. હાલ ગુવાળ, આદુ, કોથમરીના ભાવ સૌથી વધુ છે.


Related News

Loading...
Advertisement