સુરેન્દ્રનગરમાં ભાજપ-કોંગ્રેસની સીધી ટકકર: અપક્ષ કોળી સમાજના ઉમેદવાર ગોપાલ મકવાણાનું ફોર્મ રદ

17 October 2020 07:04 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગરમાં ભાજપ-કોંગ્રેસની સીધી ટકકર: અપક્ષ કોળી સમાજના ઉમેદવાર ગોપાલ મકવાણાનું ફોર્મ રદ

રાજકીય પક્ષોએ ટિકીટ નહી આપતા કોળી સમાજે ‘લડી’ લેવાની જાહેરાત કરી હતી: કોંગ્રેસના ચેતન ખાચરનું ફોર્મ માન્ય

રાજકોટ: ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાના જંગ જેવી લીંબડી વિધાનસભા બેઠકમાં ગઈકાલે વાજતે ગાજતે ફોર્મ ભરનાર કોળી સમાજના અપક્ષ ઉમેદવાર ગોપાલભાઈ મકવાણાનું ફોર્મ રદ થતા ભાજપ અને કોંગ્રેસ પાર્ટીએ રાહત અનુભવી છે. વિધાનસભા મતક્ષેત્રમાં કોળી મતોની સંખ્યા મોટી છે અને બંને પક્ષોએ આ સમાજને અવગણીને ક્ષત્રિય-કાઠી સમાજના ઉમેદવાર ઉતારતા પુર્વ ધારાસભ્ય સ્વ. કામશીભાઈ મકવાણાના પૌત્ર તથા ચોટીલાના વર્તમાન સાંસદ ઋત્વીક મકવાણાના ભત્રીજા ગોપાલભાઈ મકવાણાએ ઉમેદવારી નોંધાવી હતી પણ આજે ચકાસણી સમયે તેમનું ફોર્મ અધુરી વિગતો હતી. માહિતી મુજબ ટેકેદારોની વિગતોમાં કોઈ કામી હતી જેથી તેમનું ફોર્મ રદ થયું હતું. આથ હવે કોળી સમાજમાં કોઈ મજબૂત ઉમેદવાર નહી હોવાથી ભાજપ કોંગ્રેસ બન્નેને આ સમાજના મતો મળશે તેવી આશા સર્જાઈ છે.
બીજી તરફ કોંગ્રેસના શ્રી ચેતનભાઈ ખાચરનું ઉમેદવારી ફોર્મ માન્ય રહેતા કોંગ્રેસ પક્ષે રાહતનો શ્ર્વાસ ભર્યો છે અને હવે લીંબડીમાં ભાજપ-કોંગ્રેસની સીધી લડાઈ બની રહેશે.
જો કે 12 અપક્ષોના ફોર્મ માન્ય રહ્યા છે. હવે તેમાંથી કેટલાક ખરેખર મેદાનમાં રહે છે તેના પર સૌની નજર છે.


Loading...
Advertisement