વડોદરાના ટેક્ષ કન્સલ્ટન્ટએ રૂા. 72 લાખનું જી.એસ.ટી. રીફન્ડ ખોટી રીતે મેળવી લીધું!

17 October 2020 07:01 PM
Crime Gujarat
  • વડોદરાના ટેક્ષ કન્સલ્ટન્ટએ રૂા. 72 લાખનું જી.એસ.ટી. રીફન્ડ ખોટી રીતે મેળવી લીધું!

તંત્રએ બોગસ બેન્ક એકાઉન્ટમાં રહેલા રૂા.84 લાખના બેલેન્સ ઉપર ટાંચ મૂકી

રાજકોટ, તા.17
વડોદરાના જીએસટી ક્ધસલ્ટન્ટ દિલીપ પટેલ નામના વ્યકિતએ એક કંપનીના લોગઇન આઇ.ટી. અને પાસવર્ડનો દુરઉપયોગ કરી લાખો રૂપિયાના જીએસટી રીફંડ ખોટી રીતે મેળવી લીધાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવેલ છે.
આ અંગેની સ્ટેટ જી.એસ.ટી.ના સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ મે. ટેલેન્ટ એનીવેર સર્વિસીઝ પ્રા.લી. દ્વારા જીએસટીનું રૂા.72 લાખનું રીફંડ મેળવવામાં આવેલ હતું, નાયબ રાજ્ય વેરા કમિશનર, વડોદરા ખાતેની કચેરીની ચકાસણીમાં ધ્યાને આવેલ કે, આ કેસમાં બનાવટી બેન્ક એકાઉન્ટ ખોલાવી બેન્કના ખાતામાં રૂા.72 લાખનું રીફંડ કંપનીના સંચાલકોના ધ્યાન બહાર મેળવવામાં આવેલ છે. દિલીપ પટેલ મે. ટેલેન્ટ એનીવેર સર્વિસીઝ પ્રા.લી. કંપનીના પૂર્વ જીએસટી ક્ધસલ્ટન્ટ છે. દિલીપ પટેલે કંપનીના લોગઇન આઇડી અને પાસવર્ડનો દુરઉપયોગ કરી જીએસટીના પત્રકોમાં ખોટા વ્યવહારો દર્શાવી બનાવટી દસ્તાવેજો ઓનલાઇન રજુ કરી રીફંડ ઉપસ્થિથ થતું હોવાનું દર્શાવતા પત્રકો ઓનલાઇન સબમીટ કરેલ હતા અને રીફંડની માંગણી કરેલ હતી.
આ વ્યકિતએ બેન્કમાં ખોટી સહીઓ કરી બેન્ક એકાઉન્ટ ખોલાવી રીફંડની કુલ રૂા.72 લાખની રકમ ઓનલાઇન મેળવેલ હોવાનું તપાસમાં ધ્યાને આવતા સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દિલીપ પટેલના વડોદરા ખાતેની ઓફિસ અને ઘરના સ્થળે સર્ચ અને સીઝરની કાર્યવાહી કરેલ અને કેટલુંક સાહિત્ય કબજે કરેલ છે જેની તપાસ હાલ ચાલી રહેલ છે, આ બોગસ બેન્ક એકાઉન્ટમાં રહેલ રૂા.84 લાખના બેલેન્સ ઉપર ટાંચ મુકવામાં આવેલ છે.
આ કેસમાં દિલીપ પટેલ વિરુદ્ધ સરકારી નાણાંની ઉચાપત અને સરકાર સાથે છેતરપીંડી અંગે ઇન્ડિયન પીનલ કોડ અન્વયે એફઆઇઆર નોંધાવવામાં આવેલ છે, પોલીસ દ્વારા પણ આ કેસની તપાસ ચાલી રહેલ છે.


Related News

Loading...
Advertisement