પેડક રોડ પર આવાસ કવાર્ટરમાં યુવાને ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

17 October 2020 06:57 PM
Rajkot
  • પેડક રોડ પર આવાસ કવાર્ટરમાં યુવાને ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

યુવાનનાં મોતથી એકની એક માસુમ પુત્રે પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા.17
પેડક રોડ પર આવાસ યોજના કવાર્ટરમાં રહેતા સાગર સુરેશભાઇ સરધારા (ઉ.વ.21) નામના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવકનાં મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. સાગર સરધારાને સંતાનમાં એક દિકરો છે. પોતે એક ભાઇ બે બહેનમાં નાનો હતો અને ત્રિકોણ બાગ પાસે હોટેલમાં કામ કરતો હતો. તેના પિતા આરએમસીમાં નોકરી કરે છે. આજે ઉઠીને ચા-પાણી પીધા બાદ અચાનક પગલુ ભરી લેતા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ અંગે બી-ડીવીઝન પોલીસ મથકનાં હિતેશભાઇ જોગડા અને હિતેશભાઇ કોઠીવારે વધુ કાગળો કરી તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement