વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ સાથે શ્રેષ્ઠ શિક્ષણ પૂરૂ પાડતી એચ.એન. શુકલ ગ્રૃપ ઓફ કોલેજીસ

17 October 2020 06:53 PM
Rajkot
  • વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ સાથે શ્રેષ્ઠ શિક્ષણ પૂરૂ પાડતી એચ.એન. શુકલ ગ્રૃપ ઓફ કોલેજીસ
  • વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ સાથે શ્રેષ્ઠ શિક્ષણ પૂરૂ પાડતી એચ.એન. શુકલ ગ્રૃપ ઓફ કોલેજીસ

સંસ્થા દ્વારા ચલાવાતા 19 ડીગ્રી કોર્ષ : 700 થી વધુ કમ્પ્યુટર્સ ધરાવતી સાધન સંપન્ન લેબ, ડીજીટલ એજયુ. દ્વારા શિક્ષણ, સહિતની તમામ આધુનિક સુવિધાઓ

રાજકોટ તા. 17 : વર્તમાન સમયમાં ટોચે ઝળહળતી એચ. એન. શુકલ કોલેજની સ્થાપના ઇ.સ. 1999-ર000નાં શૈક્ષણિકસત્રથી માત્ર એ જ ડીગ્રી કોર્ષ બીસીએ અને કુલ 30 વિધાર્થીઓથી થયેલ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન આ કોલેજનાં શરૂઆનાં પ્રારંભિક વર્ષથી આજ સુધીની સફર તરફ નજર નાખતા ચોકકસપણે ગર્વ અનુભવાય તેવી તેની વિકાસયાત્રા રહી છે.

માત્ર એક જ કોર્ષથી શરૂ થનાર એચ. એન. શુકલ કોલેજ આજે એચ. એન. શુકલ ગૃપ ઓફ કોલેજીસમાં પરિવર્તિત થઇ ચુકી છે. આજે અહીં કુલ 19 જેટલા ડીગ્રી કોર્ષ ચાલે છે જેમાં કુલ 5000 થી પણ વધુ વિધાર્થીઓ અભ્યાસ કરે છે અને તેમાં દર વર્ષે વિધાર્થીઓની સંખ્યામાં વધારો જ થતો રહે છે. AICTE, NCTE, GTU, BCI, PCI, AYUSH દ્વારા માન્યતા મળેલ વિવિધ કોર્ષ જેવા કે B.C.A., B.Sc. (IT), B.B.A., LL.B. (5 Year integrated), B.Com. (Eng.), B.Sc., BA, B.PHARM, M.PHARM, B.sc. Nursing, B.A.M.S., B.H.M.S., Nursing (ANM & GNM, Diploma Enginering, M.B.A., M.Com., M.Sc. (I.T. & C.A.), M.S.W., M.Sc., P.G.D.C.A., B.Ed. અહીં ચાલે છે.

વિધાર્થીઓને શ્રેષ્ઠ શૈક્ષણિક માર્ગદર્શન આપવા માટે પુરતો અનુભવી તેમજ તજજ્ઞ સ્ટાફગણ આ કોલેજમાં સતત કાર્યશીલ રહે છે. 700 થી વધારે કમ્પ્યુટર્સ ધરાવતી સાધન-સંપન્ન લેબ, ડીજીટલ એજયુકેશન દ્વારા શિક્ષણ, ઇન્ટરનેટ સુવિધા, પ્રોજેકટ માર્ગદર્શન, ઓનલાનઇ પરીક્ષાઓ વગેરે પણ આ કોલેજની આગવી વિશેષતાઓ છે.
વિધાર્થીઓનો સર્વાંગી વિકાસ એ આ કોલેજનો સ્થાપનાકાળથી જ ધ્યેય રહયો છે. જે સિધ્ધ કરવા માટે આ કોલેજ હંમેશા વિધાર્થીલક્ષી અભિગમ અપનવે છે અને વિધાર્થીલક્ષી શૈક્ષણિક પધ્ધતિ વિકસાવે છે. શિક્ષણની સાથે વિધાર્થીઓમાં રહેલી સુષુપ્ત શકિતઓ પણ બહાર આવે તથા તેમાં તેઓ પારંગતબને તે માટે સંસ્થા સતત પ્રયત્નશીલ રહે છે.સ તેથી જ શૈક્ષણિક પ્રવૃતિઓ સાથે સહઅભ્યાસક પ્રવૃતિઓ જેવી કે અભ્યાસક્રમની સાથે-સાથે ફોરેન લેંગ્વેજ, ગર્વમેન્ટ કોમ્પીટીટીવ પ્રોગ્રામ જેવા વધારાના કોર્ષ પણ વિધાર્થીઓને કરાવવામાં આવે છે.

તેમજ સેટેલાઇટ કે એર એજયુકેશન દ્વારા CA, CS, UPSC, GPSC જેવી અઘરી કહી શકાય તેવી Examની તૈયારી પણ ઇન્ડીયાના ઝજ્ઞા ઋફભીહિું દ્વારા કરાવવામાં આવે છે. એચ.એન. શુકલ કોલેજ માત્ર સૌરાષ્ટ્રની નહી પણ ગુજરાતની એકમાત્ર કોલેજ છે. જે આ સેટેલાઇટ કે એર એજયુકેશન શરૂ કરનાર છે. આ રીતે શૈક્ષણિક પ્રવૃતિઓ સાથે સહ અભ્યાસક્રમ પ્રવૃતિઓ પણ આ કોલેજનું એક આગવું અંગ છે. એચ.એન. શુકલ કોલેજની સ્થાપનાથી અત્યાર સુધીમાં દરેક કોર્ષમાં દર વર્મે કોલેજના વિધાર્થીઓ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ટોપ-10 માં સ્થાન પ્રાપ્ત કર્યુ છે. એચ.એન. શુકલ કોલેજ અંતર્ગત દર ર મહિને સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે.

તેમજ એચ.એન. શુકલ કોલેજ દ્વારા એક દિન કા બિઝનેશમેન શિષર્ર્ક અંતર્ગત બિઝનેશ ફિયાસ્ટાનું આયોજન કરવામાં આવે છે. જે મેક ઇન ઇન્ડીયા અને સ્કીલ ઇન્ડીયા થીમ પર આધારીત હોય છે. જેમાં કોલેજના ખર્ચે 100 થી પણ વધુ સ્ટોલ ઉભા કરવામાં આવે છે અને વિધાર્થી પોતે સ્વતંત્ર એન્ટરપ્રીન્યોર બની શકે અને વિધાર્થીઓમાં ઉધોગ સાહસિકતા વિકસીત થાય તે માટેની તક આપવામાં આવેલ છે. સંસ્થાના પ્રેસીડેન્ટ ડો. નેહલભાઇ શુકલ તથા મેનેજીંગ ટ્રસ્ટી ડો. મેહુલભાઇ રૂપાણી વિધાર્થીઓના શિક્ષણ અને જીવન ઘડતરમાં પ્રત્યક્ષ ધ્યાન આપી રહયા છે.


Related News

Loading...
Advertisement