ગોંડલમાં યુવાને પત્ની સહિતના સાસરીયાઓ વિરૂધ્ધ સ્યુસાઇડ નોટ લખી આપઘાત કરી લીધો

17 October 2020 06:42 PM
Gondal
  • ગોંડલમાં યુવાને પત્ની સહિતના સાસરીયાઓ વિરૂધ્ધ સ્યુસાઇડ નોટ લખી આપઘાત કરી લીધો

રાજકોટ સ્થિત માવતરે આવેલી પત્ની, સાસુ-સસરા, સાળો, સાળાના સસરા અને સાળાના સાઢુભાઇ વિરૂધ્ધ આપઘાતની ફરજ અંગેનો ગુન્હો નોંધાયો : યુવાને 17 પાનાની સ્યુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાઇ જીવ દીધો : 3 સકંજામાં

રાજકોટ તા. 17 : ગોંડલના કે.વી. રોડ રામજી મંદીર ચોકમાં રહેતા કડિયા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવાન પાસેથી 17 પાનાની સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. યુવાનની સ્યુસાઇડ નોટ પરથી રાજકોટ માવતરે આવેલી પત્ની, સાસુ-સસરા, સાળો, સાળાના સસરા અને સાળાનો સાઢુભાઇ વિરૂધ્ધ આપઘાતની ફરજ અંગેનો ગુન્હો નોંધાયો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલ રામજી મંદીર સામે કે.ડી. રોડ પર રહેતા રમાબેન વિનોદભાઇ પોરીયા (કડીયા) (ઉ.વ. પ4) નામના પ્રૌઢાએ તેમના પુત્રવધુ અક્ષીતા કુલદીપ પોરીયા, પુત્રના સાસુ નિશાબેન વિરેન્દ્રભાઇ ચોટલીયા, સસરા વિરેન્દ્રભાઇ મોહનભાઇ ચોટલીયા, સાળો મુદીત વિરેન્દ્રભાઇ ચોટલીયા (રહે. ગાંધીનગર), મુદીતના સસરા કૌશિકભાઇ ટાંક અને મુદિતનો સાઢુ કમલનયન ભાયલાલ સોલંકી (રહે. વડોદરા) સામે આપઘાતની ફરજ પાડયા અંગે ફરિયાદ નોંધાવી છે.
રમાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમને સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે. જેમાંથી પુત્ર કુલદીપ મોટો હતો. તેમના લગ્ન રાજકોટમાં રહેતા વિરેન્દ્રભાઇ મોહનભાઇ ચોટલીયાનાં પુત્રી અક્ષિતા સાથે ત્રણ વર્ષ પહેલા થયા હતા.સ ત્યારબાદ આરોપીઓએ રૂબરૂ તેમજ ટેલીફોનીક વાતચીતમાં માનસિક ત્રાસ આપી ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપતા કંટાળીને કુલદીપે 14 પાનાની સ્યુસાઇડ નોટ લખી રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ અંગે ગોંડલ સીટી પોલીસનાં પીએસઆઇ આર.ડી. ચૌહાણ સહિતના સ્ટાફે મૃતકની પત્ની અને સાસુ-સસરાની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.


Loading...
Advertisement