સનાતન ધર્મની 18 મૂર્તિઓ સમક્ષ ર800 કિલો ફળો ધરાવી ઓનલાઇન ફુલફુટોત્સવ-પાટોત્સવ ઉજવાયા

17 October 2020 06:34 PM
Jamnagar Dharmik
  • સનાતન ધર્મની 18 મૂર્તિઓ સમક્ષ ર800 કિલો ફળો ધરાવી ઓનલાઇન ફુલફુટોત્સવ-પાટોત્સવ ઉજવાયા

રાજકોટ, તા. 17
શ્રી સ્વામિનારાયણ ગુરુુકુલ વિશ્વવ્દ્યિા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ગુરુકુલની શાખા અમેરિકા જ્યોર્જિયા રાજ્યના બીગ સીટી સવાનાહ ખાતે વિશાલ સરોવર સહિત 51 એકરમાં વિસ્તાર પામેલ છે.
ગત વરસે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે શ્રીસ્વામિનારાયણ સનાતન મંદિરમાં મધ્ય સિંહાસનમાં ભગવાન શ્રી સ્વામિનાારાયણ, બાજુમાં શ્રી લક્ષ્મીનારાયણદેવ, રાધાકૃષ્ણદેવ, સીતારામ ભગવાન, તિરુપતિ બાલાજી, શ્રીનાથજી ભગવાન, શિવપાર્વતી, શ્રીઅંબામા, ઉમૈયામા, ગણપતિજી, હનુમાનજી, સૂ્ર્યનારાયણદેવ, ભકત ભોજલરામ અને જલારામબાપા વગેરે સનાતન ધર્મની તમામ ધારાઓનો સમન્વય કરતા દેવોની વિવિધ સ્વરુપોની અઢાર મૂર્તિઓ પધરાવી વૈદિક વિધિ સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
18 મૂર્તિઓનો વાર્ષિક પાટોત્સવવિધિ અધિક માસની કમલા એકાદશીના દિવસે વહેલી સવારેશાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા અને વેદાંતસ્વરુપદાસજી અને કૃષ્ણજીવનદાસજી સ્વામીની આગેવાની નીચે સ્વાસ્થ્ય સુરક્ષાનાનિર્દેશોનું પાલન સાથે સોશ્યલ ડિસ્ટન્સજાળવીઓન લાઇન પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
તુષારભાઇ વ્યાસ અને અંકિતભાઇ રાવલ વૈદિક મંત્રગાન સાથે વેદાંતસ્વરુપદાસજી અને કૃષ્ણજીવનદાસજી સ્વામી એ ઠાકોરજીનો, ગંગાજળ, તમામ ઔષધિઓના રસ, ફળોના રસ, પંચગવ્ય વગેરેથી દેવોને અભિષેક કર્યો હતો.પાટોત્સવ પ્રસંગે ખાસ ફલકુટોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
જેમાં સનાતન મંદિરમાં 70 ડ18 ફુટ સ્ટેજમાં સનાતન ધર્મની 18 મૂર્તિઓ સમક્ષ 1100 કિલો સફરજન, 500 કિલો મોસંબી, 500કિલો અનાનસ, 500 કિલો કેળાં,100 કિલો દ્રાક્ષ, 100 કિલો તરબૂચ તેમજ કિવી, ચેરી, સ્ટોબેરી વગેરે મળી 2800 કિલો ફળો ધરાવી પાટોત્સવ ઉજવ્યો હતો.
આ પ્રસંગે ખાસ શા.માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોન દ્વારા પાટોત્સવનો મહિમા કહી જે જે હરિભકતોએ આ ઉત્સવમાં તન, મન અને ધનથી સેવા કરેલી તેને આશીર્વાદ આપ્યા હતા.


Related News

Loading...
Advertisement