જામનગરના ભૂમાફીયાઓ રાજકોટની ખાસ કોર્ટમાં રજૂ : 20 દિ’ના રીમાન્ડ મંગાયા

17 October 2020 06:31 PM
Jamnagar Rajkot
  • જામનગરના ભૂમાફીયાઓ રાજકોટની ખાસ કોર્ટમાં રજૂ : 20 દિ’ના રીમાન્ડ મંગાયા
  • જામનગરના ભૂમાફીયાઓ રાજકોટની ખાસ કોર્ટમાં રજૂ : 20 દિ’ના રીમાન્ડ મંગાયા

માથાભારે છે એટલે તે સાબિત કરવા ‘આધારરૂપ’ નિવેદનો જરૂરી : સરકારી પક્ષની દલીલ

જામનગર તા.17
જામનગરમાં ભુમાફિયા જયેશ પટેલ તથા તેની આણી ટોળકીના 14 શખ્સો સામે આકરી જોગવાઈવાળા ગુજસીકોટ હેઠળ ગુનો નોંધ્યા બાદ આજરોજ તેને રાજકોટની ખાસ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા.આરોપીઓના 20 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા રાજ્ય સરકાર દ્વારા ગુજસીકોટ જેવો આકરો કાયદા અમલમાં લાવવામાં આવ્યો છે. જે ખાસ કરીને ઓર્ગેનાઇઝ ક્રાઈમ આચરનાર ગેંગ સામે કડક કાર્યવાહી કરવા માટે મહત્વનો છે.આ કાયદામાં પોલીસને ગુનેગારો સામે પગલા લેવા માટે વિશેષ સત્તા આપવામાં આવી છે.
દરમિયાન જામનગરમાં છેલ્લા થોડા સમયથી કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કારણ બની છે.

ત્યારે અહીં એસ.પી તરીકે દીપેન ભદ્રનની નિયુક્તિ કરી ઓપરેશન ક્લીન શરૂ કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે ભુમાફિયા જયેશ રામપરિયા ઉર્ફે પટેલની આગેવાનીમાં તેના સાગરિતો સાથે મળી પૂર્વયોજિત કાવતરૂ રચી એક ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટ બનાવી જામનગર જિલ્લાના જમીન માલીકો, રિયલ એસ્ટેટ બ્રોકરો તેમજ વેપારીઓ પાસેથી હિંસા ફેલાવી અથવા હિંસાનો ભય બતાવી ગુનાહિત ધાકધમકી અપી બળજબરીથી મોટા પ્રમાણમાં રોકડ રૂપિયા તથા મિલકતો પડાવી લેવાના બનાવો ધ્યાને આવ્યા હોય.

ગુજરાત રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાના માર્ગદર્શન હેઠળ ડી.આઇ.જી. રાજકોટ રેન્જ સંદીપસિંઘની કાયદાકીય મંજૂરી બાદ જામનગર જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રનના સીધા સુપરવિઝન હેઠળ એલ.સી.બી. પો. ઇન્સ. કે.જી. ચૌધરી દ્વારા ગુજરાત આંતકવાદ અને સંગઠિત અપરાધ નિયંત્રણ અધિનિયમ ગુજસીટોક હેઠળ કુલ 14 આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 14 પૈકી આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

જેમાં મહાપાલિકાના ભાજપના કોર્પોરેટર અતુલ વિઠ્ઠલભાઇ ભંડેરી,(રહે. નંદનવન સોસાયટી, શેરી નં.4, રણજીતસાગર રોડ,) , નિવૃત્ત પોલીસમેન વશરામભાઇ ગોવિંદભાઇ મિયાત્રા,બિલ્ડર નિલેશભાઇ મનસુખભાઇ ટોળીયા, સંમકિત-1, હાથી કોલોની, બ્રહ્માકુમારી આશ્રમ સામે, સુમેર કલબ રોડ,મુકેશભાઇ વલ્લભભાઇ અભંગી, 183, સિધ્ધિ પાર્ક, મેહુલનગર પાછળ,અખબારના સંચાલક પ્રવીણભાઇ પરસોતમભાઇ ચોવટીયા, પ્રમુખ દ્રષ્ટિ, પટેલ પાર્ક-3, પ્લોટ-106/107, રણજીતસાગર રોડ, જિગર ઉર્ફે જીમ્મી પ્રવીણચંદ્ર આડતીયા, 501, પંચવટી સોસાયટી, અનિલ મનજીભાઇ પરમાર, જડેશ્વર પાર્ક-2, રણજીતસાગર રોડ, પ્રફૂલભાઇ જયંતીભાઇ પોપટ, 359 કંચન જંગા એપાર્ટમેન્ટ, ક્રિકેટ બંગલા સામે, લીમડા લાઇન નો સમાવેશ થાય છે.

આજરોજ આ આરોપીઓને જામનગરથી રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં અધિક સેશન્સ જજ એલ.આર.ઠક્કરની કોર્ટમાં 20 દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ વતી મુખ્ય જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ આરોપીઓના રિમાન્ડની માંગણી સાથે દલીલ કરી હતી કે, ખાસ પ્રકારના ગુના ચોક્કસપણે ગેંગ બનાવી આચરવામાં આવતા હોય અને કાયદાની સામાન્ય જોગવાઈઓ આ પ્રકારના આરોપીઓને સજા આપવામાં ઓછી પડતી હોઈ ત્યારે ગુજસીટોક કયદાની જોગવાઈઓ હેઠળ આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા 30 દિવસ સુધીની પોલીસ રિમાન્ડની જોગવાઈ છે તેને સાચા અર્થમાં અર્થઘટન કરીને અમલમાં લાવવી જોઈએ.

વધુમાં દલીલ કરતા કહ્યું હતું કે, આ ગુનાઓમાં મુખ્ય આરોપીઓ તમામ રીતે પહોંચતા અને માથાભારે છે.જેથી કેસ સાબિત કરવા માટે સામાન્ય સાહેદ પર આધાર રાખી ન શકાય,જેથી પોલીસ તપાસના આરોપીઓના નિવેદનો ઉપર આધાર રાખી વધુ તપાસ કરવા માંગ્યા મુજબના 20 દિવસના રિમાન્ડ મંજુર કરવાની રજુઆત કરાઈ હતી.આ કેસમાં સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ સંજય વોરા જ્યારે બચાવપક્ષે એડવોકેટ કમલેશ શાહ અને અર્જુન પટેલ રોકાયા છે.

ગુજસીટોક હેઠળ જામનગરમાં પહેલો સૌરાષ્ટ્રમાં ત્રીજો ગુનો નોંધાયો
ગુજસીટોક કાયદા હેઠળ રાજયમાં ચોથો ગુન્હો નોંધાયો છે.
ગુન્હેગારોની ખો ભુલાવી દેનાર કઠોર જોગવાઈવાળા ગુજડીટોક કાયદા હેઠળ રાજકોટમાં કુખ્યાત ઈમ્તીયાઝ ઉર્ફે લાલા આણી ટોળકી સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો.રાજયમાં આ કાયદો અમલમાં આવ્યા બાદ ચોથો ગુન્હો નોંધાયો છે. સૌપ્રથમ ગુન્હો અમદાવાદમાં વિશાલ ગોસ્વામી સામે નોંધાયો હતો. સાબરમતી જેલમાં બેઠા બેઠા ખંડણીનું નેટવર્ક ચલાવનાર આ વિશાલ ગોસ્વામી સામે ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધાયો હતો. બાદમાં લેડી ડોન સોનુ ડાંગર અને શિવ2ાજ વિંછયાની ટોળકીનો સૌરાષ્ટ્રમાં આતંક હોય, અમરેલી એસ.પી. નિર્લિપ્ત રોયની સુચનાથી આ2ોપી સામે આ કાયદા હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.અને હવે જામનગરમાં કુખ્યાત ભુમાફિયા જયેશ પટેલ આણી ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ કાયદા હેઠળ ડીવાયએસપી કક્ષાના અધિકારી સામેનું નિવેદન કોર્ટમાં માન્ય
જામનગરના ભુમાફિયા જયેશ પટેલ આણી ટોળકી સામે ગુજકોટોક એકટ 2015 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એકટ-2015 હેઠળ ગુન્હો નોંધાતા આરોપીઓની મુશકેલીમાં ચોકક્સપણે વધારો થશે કારણ કે આ કાયદામાં ગુન્હેગારો સામે ખુબ જ આકરી જોગવાઈઓ કરવામાં આવી છે. જેમાં પોલીસને રીમાન્ડ 20 દિવસથી વધુના મળી શકશે. ચાર્જશીટ માટે 60 થી 90 દિવસનું બંધન નહી પ2ંતુ 180 દિવસની સમયમર્યાદા મળશે. તદઉપરાત આ કાયદા હેઠળ ગુન્હો નોંધાયા બાદ આરોપીને આગોતરા કે રેગ્યુલર તો ઠીક પ2ંતુ ચાર્જશીટ બાદ પણ જામીન પર મુક્ત થવાની શક્યતાઓ નહીંવત સમાન રહે છે.તેમજ અતિ મહત્વની વાત એ છે કે, સામાન્ય સંજોગોમાં આરોપીએ પોલીસ સમક્ષ આપેલી કબૂલાત અદાલતમાં માન્ય રહેતી નથી.પણ આ કાયદામાં એ.સી.પી કે ડીવાયએસપી કક્ષાના અધિકારી સામે આપેલી કબૂલાત માન્ય ગણાશે.


Related News

Loading...
Advertisement