અભિનેત્રી દીપીકા, જેકવેલિન મધ્ય પ્રદેશમાં કરે છે મજૂરી

17 October 2020 06:09 PM
Entertainment India
  • અભિનેત્રી દીપીકા, જેકવેલિન મધ્ય પ્રદેશમાં કરે છે મજૂરી

નરેગાના અનેક જોબ કાર્ડ પર અભિનેત્રીના ફોટા જોઇ લોકોમાં આશ્ર્ચર્ય

નવી દિલ્હી, તા.17
મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લામાં સરકાર દ્વારા રોજગારી અર્થે ચાલતી એમજી નરેગામાં બોલીવૂડ અભિનેત્રી દિપીકા પદુકોણ અને જેકવોલન ફર્નાન્ડિઝ પણ રોજગારી મેળવી રહ્યાની ઘટના સામે આવી છે. એટલું નહીં રેકોર્ડ પ્રમાણે આ અભિનેત્રીઓએ જૂન અને જૂલાઇના પગારની રકમ ઉપાડી પણ લીધી છે, મનરેગાના લાભાર્થીઓના ઓનલાઇન પેમેલી જોબકાર્ડમાં આ અભિનેત્રીઓના ફોટા મળી રહ્યા છે. ઇન્દોરથી 170 કિ.મી. દૂર આવેલા પીપરખેડા નાકા ગામમાં 11 લાભાર્થીઓના જોબ કાર્ડ પર આ અભિનેત્રીઓના ફોટા મળી આવ્યા હતાં. ખરગોન કલેકટર અનુગ્રહના જણાવ્યા પ્રમાણે જિલ્લા પંચાયતના સીઇઓને આ અંગે તાત્કાલીક તપાસના આદેશ આપી દેવાયા છે, તમામ જોબકાર્ડ તપાસવામાં આવશે અને જરૂરી પગલા લેવામાં આવશે. ઇન્ટરનેટ પર પોતાના જોબ કાર્ડ પર આવા ફોટા જોઇને અનેક ગામવાસીઓને આશ્ર્ચય4 થયું હતું જ્યારે આ જોબ કાર્ડમાં જમા થયેલી રકમ ઉપાડી લેવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું ત્યારે ગામવાસીઓને આંચકો લાગ્યો હતો.


Related News

Loading...
Advertisement