ભારતમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ હેલ્થ કેર પ્રોફેશનલને

17 October 2020 06:09 PM
India
  • ભારતમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ હેલ્થ કેર પ્રોફેશનલને

પ્રારંભીક તબકકામાં કોરોનાના રસીકરણ મામલે સરકારે 30 કરોડ ભારતીયોની યાદી તૈયાર કરી

નવી દિલ્હી તા.17
કોરોના મહામારીનાં કહેરમાં દેશોમાં માયનોર ઘટાડો થયો છે.જયારે દુનિયામાં કોરોના સંક્રમણના કેસો વધ્યા છે. કયાંકબીજી લહેર શરૂ થઈ છે. કોરોનાની વેકસીન કે દવા હજુ શોધાઈ નથી પરંતુ એ પહેલા ભારત સરકારે 30 કરોડ ભારતીયોને રસીકરણ માટેનો પ્લાન શરૂ કરી દીધો છે જેમાં પ્રારંભમાં કોને રસી આપવી તેની યાદી તૈયાર કરવી શરૂ કરી દીધી છે.
સરકારનો પ્લાન છે કે વેકસીન મંજુર થતા જ જેમને સૌથી પહેલી રસી લાગવાની છે. તેમની ઓળખ કરી લેવામાં આવે પ્રારંભીક તબકકાઓમાં લગભગ 30 લોકોને રસીકરણ કરવાની તૈયારી છે. આમા સૌથી વધારે ખતરાવાળી વસ્તી સિવાય ફ્રન્ટલાઈન વર્કસ જેમ કે હેલ્થકેર પ્રોફેશનલ્સ પોલીસ સેનીટેશન કર્મચારી અગ્રક્રમે હશે.
લગભગ 30 કરોડ લોકો માટે 60 કરોડ વેકસીન લાગણે.એકવાર વેકસીન એપ્રુવ થયા બાદ વેકસીન લગાવવી શરૂ થઈ જશે.
પ્રાયોરીટી 4 કેટેગરીમાં છે. લગભગ 50 થી 70 લાખ હેલ્થકેર પ્રોફેશનલ બે કરોડથી વધુ ફ્રન્ટ લાઈન વર્કસ 50 વર્ષથી વધુ વયના લગભગ 26 કરોડ લોકો અને જે લોકો 50 વર્ષથી ઓછી વયના છે પણ બીમાર છે તેમને વેકસીન અપાશે. પહેલા તબકકામાં દેશની 23 ટકા વસ્તીને વેકસીન અપાશે.
હેલ્થકેર પ્રોફેશનલ્સમાં 70 લાખ છે જેમાં 11 લાખ એમબીબીએસ ડોકટર, 8 લાખ આયુષ પ્રેકટીશનર્સ 15 લાખ નર્સો, 7 લાખ એએનએમ 10 લાખ આશા વર્કસ સામેલ છે.
ડ્રાફટ પ્લાનમાં 45 લાખ જેટલા પોલીસ કર્મીઓ અને અન્ય ફોર્સનાં કર્મચારીઓ સામેલ છે.સેનાનાં 15 લાખ લોકોપણ સામેલ છે આ યાદીમાં કોમ્યુનીટી સર્વીસ, પબ્લીક ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર્સ, કલીનર્સ ટીચર્સ પણ જેમની અનુમાનીત સંખ્યા દોઢ કરોડ છે.
પ્લાનમાં વેકસીનની સ્ટોક પોઝીશન સ્ટોરેજ ફેસીલીટીમાં ટેમ્પરેચર જિયો ટેગ હેલ્થ સેન્ટરને ટ્રેક કરવાની પણ વ્યવસ્થા છે.


Related News

Loading...
Advertisement