વજન ઘટાડવા પૃથ્વીની પરિક્રમા કરી

17 October 2020 06:04 PM
India
  • વજન ઘટાડવા પૃથ્વીની પરિક્રમા કરી

પંજાબમાં જન્મેલા અને છેલ્લા 40 વર્ષથી આર્યલેન્ડમાં રહેતા 70 વર્ષનાં એક વ્યક્તિએ દાવો કર્યો છે કે તેણે 1500 દિવસમાં પૃથ્વીના પરિઘની 40075 કિલોમીટરની યાત્રા કરી છે અને તેનું નામ ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લખાવું જોઇએ. તેણે આ માટે પોતાની અર્થ વોક યાત્રાની વિગતો આપી છે. તેણે પોતાના શહેર લીમરીકથી બહાર આવ્યા વગર જ યાત્રા કરી હોવાનો વિચિત્ર દાવો કર્યો છે. તેણે કહ્યું કે આ યાત્રા કરવાથી તેનું વજન ઘટ્યું છે. 43 વર્ષથી આર્યલેન્ડમાં સ્થાયી થયેલા આ વ્યક્તિના દાવાને જો કે માન્ય કઇ રીતે રાખવો તે પણ પ્રશ્ર્ન છે. તેણે એવો દાવો કર્યો છે કે મેં મારી યાત્રાનો તમામ રેકોર્ડ રાખ્યો છે.


Related News

Loading...
Advertisement