ભાગેડુ સંજય ભંડારીની મુશ્કેલી વધી: મની લોન્ડ્રીંગ કેસમાં સમન

17 October 2020 05:51 PM
Jamnagar
  • ભાગેડુ સંજય ભંડારીની મુશ્કેલી વધી: મની લોન્ડ્રીંગ કેસમાં સમન

નવી દિલ્હી, તા.17
રોબર્ટ વાડ્રાના નજીકના આર્મ્સ ડોલર સંજય ભંડારીની મુશ્કેલીઓ વધી શકે છે, રાઉઝ એવેન્યુ કોર્ટની સ્પેશિયલ કોર્ટે ઇડીની ચાર્જશીટની જાણકારી મેળવીને ઇડીને લંડનમાં છુપાયેલા સંજય ભંડારી તેમજ અન્ય લોકોને સમન ઇસ્યુ કરીને સંજય ભંડારીને ભારત લાવવા માટે પ્રત્યાપણની પ્રક્રિયા શરૂ કરવાની મંજુરી આપી છે.
ઉલ્લેખનીય છે કે ભંડારી ફરાર છે અને તેને છેલ્લી વાર બ્રિટનમાં જોવામાં આવ્યો હતો. તેની સામે ઈડી બે કેસમાં તપાસ કરી રહી છે.
ખરેખર તો ઈડીને ઈન્કમટેકસ વિભાગ દ્વારા ખબર પડી હતી કે સંજય ભંડારીએ પોતાના સહયોગીઓની સાથે મળીને અનેક કંપનીઓ દ્વારા ઘણા બધા પૈસા વિદેશમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. જેની તપાસ ઈડી મની લોન્ડ્રીંગ અને બ્લેક મની એકટ અંતર્ગત કરી રહી હતી. ઈડીએ કોર્ટને જણાવ્યું હતું કે તપાસમાં એ જાણવા મળ્યું હતું કે કર ચોરી માટે ભંડારીએ પોતાના સહયોગીઓ સાથે મળીને કાળું ધન વિદેશમાં છુપાવ્યું હતું, જેથી સરકારી તિજોરીને ભારે નુકશાન થયું હતું.


Loading...
Advertisement