ઓપરેશન જયેશ પટેલમાં આવતા સપ્તાહ સુધીમાં મોટા કડાકા ભડાકાના અણસાર

17 October 2020 05:50 PM
Jamnagar
  • ઓપરેશન જયેશ પટેલમાં આવતા સપ્તાહ સુધીમાં મોટા કડાકા ભડાકાના અણસાર

હજુ અનેક વાઈટ કોલર અને જમીન માફિયાના નામ સામે આવશે : પોલીસે ગુપ્ત રાખેલ ચાર નામમાં કોણ કોણ? : પકડાયેલ બિલ્ડરો અને અન્ય આરોપીઓની ઓફીસ પર પણ સર્ચ ઓપરેશન કરાયું

જામનગર તા.17
જામનગરમાં પોલીસે શુક્રવારે મોટું ઓપરેશન પાર પાડી કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલ સાથે અંત્યંત નીકળતા ધરાવતા બિલ્ડરો, કોરપોરેટર અને નિવૃત પોલીસકર્મી સહિતના આઠ સખ્સોને પકડી પાડી આજે રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં રજુ કરવા કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર પોલીસના ઈતિહાસમાં ગુનેગારોને ડામવા માટે મોટું ઓપરેશન હાથ ધરી જમીન માફિયા જયેશ પટેલ અને તેની ગેંગના 14 સાગરીતો સામે ગુજસીકોટ કાયદા અને અન્ય આઈપીસી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો અને ગઈ કાલે જ આઠ સાગરીતોને ઉઠાવી લેવામાં આવ્યો હતો. જેમાં અતુલ વિઠ્ઠલભાઈ ભંડેરી (ભાજપના કોર્પોરેટર), વસરામ ગોવિંદભાઈ મિયાત્રા (પૂર્વ પોલીસ અધિકારી), નિલેશ મનસુખભાઈ ટોલિયા (બિલ્ડર), મુકેશ વલ્લભભાઈ અભંગી (બિલ્ડર), પ્રવીણ પરસોત્તમભાઈ ચોવટિયા (અખબારમાં ખાનગી નોકરી), જીગર ઉર્ફે જીમી પ્રવીણચંદ્ર આડતિયા (સાધના ફોરેક્સ), અનિલ મનજીભાઈ પરમાર (દુબઈમાં જયેશ પટેલ સાથે હતો), પ્રફુલ્લ જયંતિભાઈ પોપટ (વેપારી, ગ્રેઈન માર્કેટ), જશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (જમીન લે-વેચ) અને જયેશ મુળજીભાઈ પટેલ (ભૂ-માફિયા) સહિત અન્ય ચાર મળી 14 સખ્સોનો સમાવેશ થાય છે. આ આરોપીઓને સાથે રાખી ગઈ કાલે આઈજી સૌરભસિંહ અને એસપી દીપન ભદ્રન સહિતના ઉચ્ચ અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર વિગતો જાહેર કરી હતી. આ તમામ સખ્સો એવા છે જે જયેશ સાથે સંડોવાયા છે અને કિંમતી જમીન અંગે માહિતી મેળવીને એક-બીજાને પહોંચાડવી,


જયેશ પટેલ
(ટ્ટખ્રડ્ડિરૂઽ ખઽક્રઽક્રૈજ્ઞ પઽરૂૈજ્ઞ)
બીજાને પહોંચાડવી, એકમેકને આશ્રય આપવો અને વિવાદિત જમીનની સાચવણી કરવા સહિતના કામનો સમાવેશ થાય છે. આ ગેંગ જયેશની આગેવાની નીચે વ્યવસ્થિત રીતે નેટવર્ક ચલાવતા હોવાનું સામે આવ્યું છે. તેઓ મોકાની જમીનોના માલિકોની માહિતી ભેગી કરતા હતા તેમજ એક-બીજાને આશ્રય પણ આપતા હતા. વિવાદવાળી જગ્યાઓ બનાવીને તેને સાચવીને મદદગારી કરતા હોવાનું પોલીસે જણાવ્યું છે. આજે સવારે એસઓજીની ટીમ તમામ આરોપીઓને સાથે રાખી રાજકોટ કોર્ટમાં રજુ કરવા માટે લઇ ગઈ છે. આ તમામ સખ્સોના અલગ અલગ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. રિમાન્ડ દરમિયાન આગામી સપ્તાહમાં નવા કડાકા-ભડાકા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.બીજી તરફ પોલીસે 14 પૈકી 4 આરોપીઓના નામ જાહેર કર્યા નથી. આ નામ મોટા વાઈટ કોલરના હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. ત્યારે આગામી સપ્તાહના ગાળામાં આ પ્રકરણમાં મોટો વળાંક આવવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગઈ કાલે પોલીસે જે વાઈટ કોલર આરોપીઓને દબોચી લીધા છે તેમની ઓફીસ અને અન્ય કામકાજ અને રહેણાંક સ્થળોએ પોલીસે સર્ચ ઓપરેશન પાર પાડ્યૂ હોવાની વિગતો પણ જાણવા મળી છે.


Loading...
Advertisement