ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ગુજરાતે પહેલા પ્રોડકશન પછી પરમીશનની નીતિ અપનાવી છે : મુખ્યમંત્રી

17 October 2020 05:48 PM
Ahmedabad Gujarat
  • ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ગુજરાતે પહેલા પ્રોડકશન પછી પરમીશનની નીતિ અપનાવી છે : મુખ્યમંત્રી

રાજયને આત્મનિર્ભર બનાવવા 25 લાખ ટીવી યુનિટનું ઉત્પાદન થઇ શકે તેવા અઇઅઉં ચઝવયિય ટેક પાર્કનો સીએમના હસ્તે વર્ચ્યુઅલ શિલાન્યાસ

ગાંધીનગર તા.17
તાજેતરમાં ગુજરાત સરકારે જાહેર કરેલી નવી ઔદ્યોગિક નીતિએ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા પહેલા પ્રોડક્શન પછી પરમિશનની નીતિ અપનાવી છે. ગુજરાતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે દરેક નિર્ણયો ઝડપી અને પારદર્શકતાથી કર્યા છે ત્યારે આજે નવરાત્રીના પાવન પર્વના પ્રથમ દિવસે ABAJ અને QThreeના સંયુક્ત સાહસથી હાલના 6 લાખ T.V. ઉત્પાદન વધારીને 25 લાખ જેટલા T.V. યુનિટ ઉત્પાદનના લક્ષ્યાંક સાથે શરૂ કરવામાં આવેલા ABAJ QThree ટેકપાર્કના આયોજકોને શુભેચ્છા આપતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગુજરાતને આત્મનિર્ભર બનાવવાના હેતુથી 25 લાખ T.V. યુનિટનું ઉત્પાદન થઈ શકે તેવા વિશાળ ABAJ QThree ટેકપાર્કનો આજે ગાંધીનગરથી વર્ચ્યુઅલ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા ABAJ QThree ટેકપાર્ક મહત્વની ભૂમિકા ભજવશે અને ગુજરાતને રોકાણ અને ઉત્પાદનમાં અગ્રેસર બનાવશે. ગુજરાતના યુવાનો ઉદ્યોગ સાહસિક છે. આપણા યુવાનો વૈશ્વિક પડકારોને ઝીલીને ઉદ્યોગ જગતમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપી રહ્યા છે.

ગુજરાતમાં ઉદ્યોગોને નવી દિશા આપવા જૂની પેઢી અને નવી પેઢી નવા વિઝન સાથે આગળ વધી રહી છે. જેના પરિણામે આત્મનિર્ભર ભારત, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવા આયામો ગુજરાત સાકાર કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનએ કહ્યું હતું કે ભારત માતા કી જય એટલે ગરીબી, બેરોજગારી અને આતંકવાદી પ્રવૃત્તિઓ દૂર કરીને ભારતને સુખી સંપન્ન દેશ બનાવવો. મુખ્યમંત્રીના હસ્તે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ABAJ QThree ટેકપાર્કની ઇ-તક્તીનું વર્ચ્યુઅલ અનાવરણ કરાયું હતું. આ પ્રસંગે FIIના પ્રમુખ પ્રકાશભાઇ વરમોરાએ ABAJ QThree ટેકપાર્ક વિશે વિગતવાર માહિતી આપીને ટેકપાર્કના ઇ-લોન્ચિંગ બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.

જ્યારે ABAJ QThree ટેકપાર્કના ફાઉન્ડર ડાયરેક્ટર નિરવભાઇ પટેલે પાર્કના આગામી લક્ષ્યાંકની વિગતવાર રૂપરેખા આપી હતી. આ પ્રસંગે ABAJ QThree ટેકપાર્કના કો. ફાઉન્ડર ડાયરેક્ટર જુબિન પિટરે આભારવીધી કરી હતી.


Related News

Loading...
Advertisement