અમદાવાદમાં પાંચ દિવસના રોકાણ છતા અમિત શાહે પોલીટીકલ-ડિસ્ટન્સ પણ જાળવ્યું

17 October 2020 05:48 PM
Gujarat Politics
  • અમદાવાદમાં પાંચ દિવસના રોકાણ છતા અમિત શાહે પોલીટીકલ-ડિસ્ટન્સ પણ જાળવ્યું

ભાજપના રાષ્ટ્રીય નેતા કાલે કુળદેવીના દર્શન કરીને દિલ્હી પરત જાય તેવી શકયતા: સ્વાસ્થ્ય અંગે કાળજી રાખી

રાજકોટ: ગુજરાતમાં પાંચ પાંચ દિવસના રોકાણ છતાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી તથા પક્ષના પ્રમુખ સી.આર.પાટીલ સહીત તમામ નેતાઓની સોશ્યલ ડીસ્ટન્સ જાળવી રાખતા પક્ષમાં જબરી ચર્ચા છે અને શ્રી શાહ હવે આવતીકાલે પરિવાર સાથે તેમના કુળદેવીના દર્શને જશે અને કાલે સાંજે દિલ્હી પરત જશે. શ્રી શાહ પાંચ દિવસ તેમના થલતેજ ખાતેના નિવાસે જ રહ્યા હતા. જો કે એક વખત અમદાવાદ જીલ્લા સહકારી બેંકના ડિરેકટરો સાથે મુલાકાત કરી હતી પણ તેઓએ અન્ય કોઈ મુલાકાત નકારી શ્રી શાહ હાલમાં જ કોરોના સંક્રમણમાંથી બહાર આવ્યા છે અને તેઓને ફરી દિલ્હીની એઈમ્સમાં બે વખત દાખલ થવું પડયું હતું અને તેથી તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા હતી. માનવામાં આવે છે કે શ્રી શાહે હાલ સંક્રમણની સ્થિતિમાં કોઈ મુલાકાત પસંદ કરી નથી પણ ટેલીફોનથી સતત સંપર્કમાં રહ્યા હતા અને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.


Related News

Loading...
Advertisement