જામનગરમાં 74 પોઝીટીવ કેસ સામે 91 દર્દી ડિસ્ચાજ

17 October 2020 05:35 PM
Jamnagar Health
  • જામનગરમાં 74 પોઝીટીવ કેસ સામે 91 દર્દી ડિસ્ચાજ

શહેરનો આંક 6190 : ગ્રામ્યનો આંક 1471 : 236 હજુ સારવારમા

જામનગર તા.17
જામનગરમાં ગઇકાલે પણ કોરોનાના 74 કેસ નોંધાયા હતા. આ સામે કોવિડ હોસ્પિટલમાંથી 91 દર્દીઓને ગઇકાલે રજા આપવામાં આવી હતી. ગઇકાલે પણ સરકારી ચોપડે કોરોનાનું એક પણ મૃત્યું નોંધાયુ ન હતું.
જામનગરમાં સરકારી ચોપડે કોરોનાના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જામનગર શહેરમાં ગઇકાલે માત્ર 544 દર્દીના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ પૈકી 51 દર્દીનો રિર્પોટ પોઝીટીવ જાહેર કરાયો હતો. આ સામે શહેરના 70 દર્દીને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કેસ કરતા 19 વધુ દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા એકટીવ કેસની સંખ્યા પણ 19 ઘટીને 201 થઇ હતી. ગઇકાલના 51 કેસને પગલે શહેરમાં ગઇકાલ સુધીમાં નોંધાયેલા કોરોનાના કેસની સંખ્યા વધીને 6190 થઇ હતી.
આ રીતે જામનગર ગ્રામ્યમાં 902 દર્દીનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ સામે 23 દર્દીનો રિર્પોટ કોરોના પોઝીટીવ આવ્યો હતો. આ સામે ગઇકાલે કોવિડ હોસ્પિટલમાંથી ગ્રામ્યના 21 દર્દીને રજા આપવામાં આવી હતી. દર્દી કરતા ડિસ્ચાર્જની સંખ્યા 2 ઓછી રહેતા એકટીવ કેસની સંખ્યા વધીને 35 થઇ હતી. ગઇકાલે નોંધાયેલા 23 કેસ સાથે જામનગર ગ્રામ્યના કુલ કેસની સંખ્યા વધીને 1471 થઇ હતી. જામનગર ગ્રામ્યમાં પણ ગઇકાલે કોરોનાથી કોઇ દર્દીનું મૃત્યું ન થયાનું જાહેર કરાયું હતું.


Related News

Loading...
Advertisement