મિથુન ચક્રવર્તીના પુત્ર સામે મોડેલ પર રેપની ફરિયાદ

17 October 2020 04:42 PM
Entertainment
  • મિથુન ચક્રવર્તીના પુત્ર સામે મોડેલ પર રેપની ફરિયાદ

બોલીવૂડમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ : મિથુન પુત્ર મહાઅક્ષય લગ્નની લાલચ આપી ચાર વર્ષ સુધી રેપ કરતો રહ્યો: પીડિતા: આરોપીની માતા એકટ્રેસ યોગિતાબાલી સામે ગર્ભપાત મામલે ધાક ધમકીનો આરોપ

મુંબઇ, તા.17
બોલીવૂડ સ્ટાર મિથુન ચક્રવર્તી અને તેની પત્ની અને ભૂતપૂર્વ એકટ્રેસ યોગીતા બાલીના પુત્ર મહાઅક્ષય સામે એક મોડેલે દુષ્કર્મ, છેતરપીંડી અને જબરદસ્તીથી એબોશન કરાવવા મામલે મુંબઇના ઓશિવીરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.

પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ફરિયાદ તા.15મીએ નોંધાઇ હતી, પીડિતા એક મોડેલ છે, પીડિતા અને મહાઅક્ષય બન્ને એક બીજાને વરસોથી ઓળખે છે, પીડિતા મોડેલે જણાવ્યું હતું કે તે અને મહાઅક્ષય બન્ને એક બીજાને વર્ષોથી ઓળખે છે, તે તેની સાથે વર્ષ 2015થી રિલેશનશીપમાં હતી, મહાઅક્ષયે ત્યારે લગ્નની લાલચ આપીને શારિરીક સંબંધ બાંધ્યા હતા આવી રીતે લગ્નની લાલચ આપીને તેણે અનેકવાર દુષ્કર્મ કર્યું હતું.

આ મામલે વધુમાં જાણવા મળતી વિગત મુજબ મોડેલે મહાઅક્ષયની માતા યોગીતા બાલી સામે પણ ધમકાવવાની અને કેસ રફે દફે કરવા દબાણ લાવવાના આરોપ લગાવ્યો છે. પીડિતાએ મહાઅક્ષય સામે આરોપ લગાવતા જણાવ્યું હતું કે વર્ષ 2015માં મહાઅક્ષયે તેને ઘેર બોલાવી હતી અને સોફટ ડ્રીંકમાં નશીલી દવા આપી હતી જે દરમિયાન મારી સહમતી વિના મહાઅક્ષયે મારી સાથે શારિરીક સંબંધ બાંધ્યા હતા ત્યાર પછીચાર વર્ષ સુધી શારિરીક સંબંધ બાંધતો રહ્યો,

પીડિતાએ એફઆઇઆરમાં વધુમાં જણાવ્યું હતું કે જ્યારે તે પ્રેગનન્ટ થઇ ત્યારે જબરદસ્તથી ગર્ભપાતની દવાઓ આપી ગર્ભપાત કરાવ્યો હતો. પીડિતાની ફરિયાદ પરથી પોલીસે મહાઅક્ષય સામે વિવિધ કલમો લગાડી કેસ દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ મામલે પીડિતાએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, દિલ્હીની એક અદાલતના આદેશ બાદ આ કેસ દાખલ થયો છે.


Related News

Loading...
Advertisement