કોમી નફરત ફેલાવવા બદલ કંગના રનૌત સામે એફઆઈઆર નોંધવા મુંબઈ કોર્ટનો આદેશ

17 October 2020 04:34 PM
Entertainment
  • કોમી નફરત ફેલાવવા બદલ કંગના રનૌત સામે એફઆઈઆર નોંધવા મુંબઈ કોર્ટનો આદેશ

અભિનેત્રી સમુદાયો વચ્ચે ઝઘડા કરાવવા કોશીશ કરતી હોવાનો આક્ષેપ

રાજકોટ તા.17
અહીંની બાંદ્રા કોર્ટે બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત સામે કોમી નફરત ફેલાવાના આક્ષેપમાં એફઆઈઆર નોંધવા પોલીસને આદેશ આપ્યો છે. વાસ્તવમાં મુન્ના વરાલી અને સાહિલ અશરફ સૈયદ નામના બે અરજદારોએ કોર્ટમાં અરજી કરી જણાવ્યું હતું કે રણૌતે ટિવટ દ્વારા બન્ને સમુદાયો વચ્ચે નફરત ફેલાવે છે. અભિનેત્રી બોલીવુડને સતત બદનામ કરતી હોવાનો પણ આક્ષેપ મુકાયો હતો. અરજીના સમર્થનમાં અરજદારોએ રનૌતના નિવેદનો અને ટિવટ રજૂ કર્યા હતા. સુનાવણી બાદ અદાલતે અભિનેત્રી સામે એફઆઈઆર નાંધવા આદેશ કર્યો હતો. અરજદારોએ આ અગાઉ બાંદ્રા પોલીસ મથકનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવવા પ્રયાસ કર્યો હતો પણ પોલીસે સંજ્ઞાન લેવા ઈન્કાર કર્યો હતો. અદાલતે અભિનેત્રી ઉપરાંત તેની બહેન રંગોલી રનૌત સામે પણ એફઆઈઆર નોંધવા જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement