અમદાવાદના જીએસટી કન્સલ્ટન્ટ ત્યાં ઇન્કમટેકસ દરોડા, બોગસ બિલો બનાવી રિફંડ મેળવ્યું

17 October 2020 04:28 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદના જીએસટી કન્સલ્ટન્ટ ત્યાં ઇન્કમટેકસ દરોડા, બોગસ બિલો બનાવી રિફંડ મેળવ્યું

અમદાવાદ:
અમદાવાદના જીએસટી ક્ધસલ્ટન્ટને ત્યાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. દિલિપ પટેલની અમદાવાદ અને વડોદરા ખાતેની ઓફિસે દરોડા પાડવામાં આવ્યા હતા. તેમણે બોગસ બિલો બનાવી 72 લાખનું રિફંડ મેળવ્યું હોવાનું આવકવેરા વિભાગના અધિકારીઓનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે આવકવેરા વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં પંદરથી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. તેની 150થી વધુ સભ્યોની ટીમે તેમા ભાગ લીધો હતો. હવે અમદાવાદના જીએસટી ક્ધસલ્ટન્ટનો આ દરોડા સાથે કોઈ સંબંધ છે કે નહી તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. પણ જીએસટી ક્ધસલ્ટન્ટને ત્યાં પડેલા દરોડાના લીધે તેમાથી બીજા કેટલાય ફણગા ફૂટી શકે તેવી શકયતા છે.


Related News

Loading...
Advertisement