બિલ્ડરોને નવરાત્રી ભેટ: હવે 90 મીટર સુધીના આવાસને એફોર્ડેબલ હાઉસીંગના લાભ; ખેતીની જમીન ખરીદવા છુટ્ટ

17 October 2020 03:47 PM
Ahmedabad Gujarat
  • બિલ્ડરોને નવરાત્રી ભેટ: હવે 90 મીટર સુધીના આવાસને એફોર્ડેબલ હાઉસીંગના લાભ; ખેતીની જમીન ખરીદવા છુટ્ટ
  • બિલ્ડરોને નવરાત્રી ભેટ: હવે 90 મીટર સુધીના આવાસને એફોર્ડેબલ હાઉસીંગના લાભ; ખેતીની જમીન ખરીદવા છુટ્ટ
  • બિલ્ડરોને નવરાત્રી ભેટ: હવે 90 મીટર સુધીના આવાસને એફોર્ડેબલ હાઉસીંગના લાભ; ખેતીની જમીન ખરીદવા છુટ્ટ
  • બિલ્ડરોને નવરાત્રી ભેટ: હવે 90 મીટર સુધીના આવાસને એફોર્ડેબલ હાઉસીંગના લાભ; ખેતીની જમીન ખરીદવા છુટ્ટ
  • બિલ્ડરોને નવરાત્રી ભેટ: હવે 90 મીટર સુધીના આવાસને એફોર્ડેબલ હાઉસીંગના લાભ; ખેતીની જમીન ખરીદવા છુટ્ટ
  • બિલ્ડરોને નવરાત્રી ભેટ: હવે 90 મીટર સુધીના આવાસને એફોર્ડેબલ હાઉસીંગના લાભ; ખેતીની જમીન ખરીદવા છુટ્ટ
  • બિલ્ડરોને નવરાત્રી ભેટ: હવે 90 મીટર સુધીના આવાસને એફોર્ડેબલ હાઉસીંગના લાભ; ખેતીની જમીન ખરીદવા છુટ્ટ

શૈક્ષણિક-ઉદ્યોગની જેમ એફોર્ડેબલ હાઉસીંગ માટે પણ ખેતીની જમીન ખરીદવા કંપનીઓને મંજુરી આપતી જાહેરાત: ગાઈહેડ-ક્રેડાઈના વર્ચ્યુઅલ પ્રોપર્ટી શોનો ઈ-શુભારંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

અમદાવાદ તા.17
કોરોનાકાળમાં ઝઝુમતા રીયલ એસ્ટેટ ક્ષેત્ર માટે રાજય સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જે અંતર્ગત હવે એફોર્ડેબલ હાઉસીંગ હેઠળ 80 ચોરસ મીટરને બદલે 90 ચોરસમીટરના ફલેટ બાંધી શકાશે. ઉપરાંત શિક્ષણ સંસ્તાઓ, ઉદ્યોગોને ખેતીની જમીનનો જે લાભ આપવામાં આવ્યો છે તે રીયલ એસ્ટેટ ક્ષેત્રને પણ આપવામાં આવ્યો છે.

રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા આજે ગાઈહેડ-ક્રેડાઈના પ્રોપર્ટી શોનું ઉદઘાટન કરાયું હતું. કોરોનાને ધ્યાને રાખીને આ વર્ચ્યુઅલ પ્રોપર્ટી શો છે અને તેનો ઈ-શુભારંભ કરવામાં આવ્યો હતો. 17થી25 ઓકટોબર સુધીના આ પ્રોપર્ટી શોમાં ગુજરાતના 200થી વધુ પ્રોપર્ટી ડીલર્સ ભાગ લઈ રહ્યા છે. કોરોના કાળ તથા મંદીની હાલતને આગળ ધરી બિલ્ડરો રાહત માંગી રહ્યા છે ત્યારે રાજય સરકારે આજે આ તકે બે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.

નાના-મધ્યમવર્ગ માટે એફોર્ડેબલ હાઉસીંગ સ્કીમ છે તેમાં 80 ચોરસ મીટર સુધીના આવાસોને સરકારી લાભ મળતા હતા તે હવે 90 ચોરસ મીટર કરવામાં આવી છે. અર્થાત 90 ચોરસ મીટર સુધીના આવાસો એફોર્ડેબલ હાઉસીંગની વ્યાખ્યામાં ગણાશે. આ સિવાય રાજય સરકારે તાજેતરમાં શૈક્ષણિક તથા ઔદ્યોગીક હેતુસર ખેતીની જમીન ખરીદવા કંપનીઓને છુટ્ટ આપી હતી. તેમાં હવે રીયલ એસ્ટેટ ક્ષેત્રનો પણ સમાવેશ કરાયો છે.

એફોર્ડેબલ હાઉસીંગ પ્રોજેકટ માટે કંપની ખેતીની જમીન લઈ શકશે અને છ મહિનામાં બીનખેતી સહિતની પ્રક્રિયા કરવાની થશે. આ જાહેરાતથી બિલ્ડરલોબીમાં ખુશીની લહેર છે. આ તકે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે લોકોને દરેક ક્ષેત્રે કામ કરવાની મોકળાશ મળે તેવું વાતાવરણ ગુજરાત સરકારે કામ કર્યુ છે. બાંધકામ ક્ષેત્ર દેશના અર્થતંત્રનો આધાર છે અને રોજગારી આપતું ક્ષેત્ર પણ છે.

મુખ્યમંત્રીએ ક્રેડાઇના આયોજકોને વર્ચ્યુઅલ પ્રોપર્ટી શોના આયોજન બદલ અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, નવરાત્રીથી દિવાળી દરમિયાન પવિત્ર દિવસોમાં લોકો નવી મિલકતો ખરીદતા હોય છે તેવા સમયે આ વર્ચ્યુઅલ પ્રોપર્ટી શો લોકોને ઘર બેઠા ઘર મેળવાનું સ્વપ્ન સાકાર કરવામાં મદદરૂપ થશે. ગુજરાતે હંમેશા આપત્તિને અવસરમાં બદલી છે.

કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં સંક્રમણને અટકાવવા લોકોના સહયોગ અને વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની ઠઇંઘ અને ઈંઈંખ-અમદાવાદે નોંધ લીધી છે. ઝડપી સારવારના પરિણામે ગુજરાતમાં કોરોના રિકવરી રેટ 89 ટકા જ્યારે મૃત્યુદર ઘટીને 2.5 ટકા થયો છે. તેમણે કહ્યું હતું કે, સારૂ મકાન હોવું એ દરેકના જીવનનું સ્વપ્નુ હોય છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની સાથે ગુજરાત ઇઝ ઓફ લિવિંગ એટલે કે રહેવા લાયક, માણવા લાયક બને તે દિશામાં આગળ વધી રહ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ પારદર્શીકતાથી નિર્ણય કરીને બાંધકામને લગતા અનેક પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવ્યા છીએ. આગામી સમયમાં પણ લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન સરળતાથી સાકાર થાય તે હેતુથી બાંધકામ ક્ષેત્રે અનેક સુધારા કરવામાં આવી રહ્યા છે. તેમ જણાવી લોકો પોતાના ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ કરીને સુખમય જીવન વિતાવે તેવી શુભેચ્છાઓ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

ક્રેડાઇના નેશનલ ચેરમેન શ્રી જક્ષય શાહે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં કાયદો અને વ્યવસ્થાની યોગ્ય સ્થિતિના પરિણામે ગુજરાત તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસની દિશામાં આગળ વધી રહ્યુ છે. ક્રેડાઇ નેશનલના વાઇસ પ્રેસિડેન્ટ શેખરભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. ગાઇહેડ ક્રેડાઇના પ્રમુખશ્રી અજયભાઇ પટેલે સ્વાગત પ્રવચન કરીને વર્ચ્યુઅલ પ્રોપર્ટી શોની વિગતવાર રૂપરેખા આપી હતી.

ગાઇહેડ ક્રેડાઇના સેક્રેટરી સંકેતભાઇ શાહે આભાર વિધિ કરી હતી. આ પ્રસંગે ગાંધીનગર ખાતે ક્રેડાઇ ગુજરાતના પ્રેસિન્ડેટ શ્રી આશિષભાઇ પટેલ જ્યારે વિવિધ પ્રોપર્ટી ડેવલપર્સ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.


Related News

Loading...
Advertisement