20 વર્ષમાં પાંચ લગ્ન કરનાર 50 વર્ષના આધેડનો આપઘાત

17 October 2020 03:23 PM
Morbi
  • 20 વર્ષમાં પાંચ લગ્ન કરનાર 50 વર્ષના આધેડનો આપઘાત

વાંકાનેરના અભાગી પીપળીયા ગામની ઘટના

મોરબી તા.17
વાંકાનેર તાલુકાના અભાગી પીપળીયા ગામે વાડીએ કોઈ કારણોસર આધેડે ઝેરી દવા પી લેતા મોત નિપજયું છે.
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે અભાગિ પીપીળીયા ગામે રહેતા સુનિલભાઇ ખીમજીભાઈ કાંજીયા (ઉંમર 50) ગઈકાલે પોતાની વાડીએ હતા ત્યારે કોઈ કારણોસર તેણે ઝેરી દવા પી લીધી હતી માટે તેઓને તાત્કાલિક વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા હતા પરંતુ સુનિલભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
જેથી આ બનાવની તપાસ તાલુકા એએસઆઈ વશરામભાઈ દેવાયતભાઇ ચલાવી રહ્યા છે તેમની પાસેથી મળી રહેલી માહિતી મુજબ મૃતક આઘેડે છેલ્લા 20 વર્ષમાં પાંચ વખત લગ્ન કરેલા છે અને આર્થિક મુશકેલીના લીધે આપઘાત કરેલ છે.


Loading...
Advertisement