લાંચ કેસમાં પકડાયેલા હળવદના કોન્સ.ના લોકરમાંથી 17 તોલા સોનાના દાગીના મળ્યા

17 October 2020 03:22 PM
Morbi
  • લાંચ કેસમાં પકડાયેલા હળવદના કોન્સ.ના લોકરમાંથી 17 તોલા સોનાના દાગીના મળ્યા

જામનગરના શખ્સનું નામ ન ખોલવા 40 હજાર માંગ્યા હતા

મોરબી તા.17
થોડા સમય પહેલા જામનગર એ.સી.બી.એ લાંચ કેસમાં હળવદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલને પકડી રિમાન્ડ લેતા તેની પૂછપરછમાં હળવદની બેંકના લોકરમાંથી 17 તોલા સોનાના દાગીના મળી આવ્યા છે તેવું પોલીસે જણાવ્યુ છે. સરકારી કચેરીઓમાં લેવામાં આવતી લાંચ બંધ કરવા માટે એ.સી.બી.ની ટીમ સમયાંતરે રેડ કરે છે તેવામાં થોડા દિવસો પહેલા જામનગર એ.સી.બી.એ જામનગર ખાતે આઇ.ટી.આઇ.ના ગેટ સામે ટ્રેપ ગોઠવી હતી જેમાં હળવદ પોલીસના હેડ કોસ્ટેબલ વતી લાંચ લેતા એક શખ્સને પકડી ઉઠાવી લીધો હતો. ત્યાર બાદ આ ગુનામાં હળવદના હેડ કોસ્ટેબલની પોલીસે ધરપકડ કરી હતી અને સુરેન્દ્રનગર એ.સી.બી.એ બંને આરોપીઓને એક દિવસના રિમાન્ડ પર લીધા હતા. ત્યારે હેડ કોન્સ્ટેબલના બેંક લોકરમાથી 17 તોલા સોનાના દાગીના મળી આવ્યા હતા.
અત્રે ઉલેખનીય છે કે, હળવદના દારૂ પ્રકરણમાં જામનગરના એક શખ્સની સંડોવણી ખુલતાં હેડ કોન્સ્ટેબલે જામનગરના શખ્સનું નામ નહિ ખોલવાના 70 હજારની માંગણી કરી હતી અને 40 હજાર દેવાનું નક્કી કર્યું હતું અને ટ્રેપ ગોઠવીને આરોપીને પકડી લેવામાં આવ્યા છે જોકે હાલમાં લોકરમાથી જે દાગીના મળી આવેલ છે તે અધિકૃત છે કે અનઅધિકૃત તેનો તાગ મેળવવામાં આવી રહ્યો છે


Loading...
Advertisement