મોરબીમાં રીક્ષાચાલક પર હૂમલો કરવા અંગે વધુ એકની ધરપકડ

17 October 2020 03:20 PM
Morbi
  • મોરબીમાં રીક્ષાચાલક પર હૂમલો કરવા અંગે વધુ એકની ધરપકડ

કોરોના રિપોર્ટ આવ્યા બાદ એક મહિનો કબ્જો લેવાયો

મોરબી તા.17
મોરબીના જૂના બસ સ્ટેન્ડ પાસે રિક્ષા ઉભી રાખવાની બાબતે છરી વડે હુમલાના ગુનામાં પોલીસે અગાઉ બે આરોપીની ધરપકડ કરેલ હતી અને એક શખ્સને પકડવાનો બાકી હતો જેને ગઇકાલે પકડી પાડવામાં આવ્યો હતો.

જોન્સનગર વિસ્તારમાં રહેતા અસ્લમભાઇ કાસમભાઈ સંઘવાણી (ઉંમર 28) થોડા દિવસો પહેલા જૂના બસસ્ટેન્ડ પાસે આવેલા પેટ્રોલપંપ નજીક પોતાની રિક્ષા રાખીને ઊભો હતો ત્યારે રીક્ષા રાખવા બાબતે અબ્દુલ હબીબ ઉર્ફે હબો, રમજુ કરીમ ભટ્ટી અને ઇમરાન ઉર્ફે ભટ્ટો હૈદરભાઈ સાથે બોલાચાલી થઈ હતી અને તેનું મનદુખ રાખીને ધોકા વડે તેને માર માર્યો હતો.

આરોપી પાસે રહેલી છરી વડે ઘા મારી માર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાનને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં અગાઉ અબ્દુલ હબીબ ઉર્ફે હબો ભટ્ટી અને રમજુ કરીમ ભટ્ટી રહે,બંને મચ્છીપીઠ મોરબીવાળાની ધરપકડ કરી હતી અને ઇમરાન ઉર્ફે ભટ્ટો હૈદરભાઇ રહે.જુના બસ સ્ટેશન પાછળ ઇદ મસ્જીદ રોડ પકડવાનો બાકી હતો જોકે તેને કોરોના પોજીટીવ આવેલ હોય બનાવના એકમાસ બાદ ગઇકાલે પોલીસે ઇમરાન ઉર્ફે ભટ્ટો હૈદરભાઇની પણ ધરપકડ કરી લીધેલ છે.

દારૂ સાથે
સામાકાંઠે કુબેર ટોકીટ પાછળ શોભેશ્વર રોડ પાણીના ટાંકા પાસેથી બી ડિવિઝન પોલીસે પ્રમોદકુમાર અતરસિંગ જાટ રાજપૂત (34) રહે.શોભેશ્વર રોડને 50 લિટર દેશી દારૂ સાથે પકડી પાડ્યો હતો. જ્યારે તાલુકા પોલીસે ધરમપુર ગામ નજીક આવેલ બાયપાસ રોડ ઉપરથી નીકળેલ હિરો સ્પ્લેન્ડર બાઇક અટકાવવા પ્રયાસ કર્યો હતો ત્યારે બાઇક નંબર જીજે 36 એમ 3438 નો ચાલક વાહન મુકીને ભાગી 12 લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે દારૂ તથા બાઇક જપ્ત કરીને બાઇક ચાલકની શોધખોળ શરૂ કરી છે.


Loading...
Advertisement