આજથી નવરાત્રી નો પ્રારંભ : ઝાલાવાડની બજારોમાં મંદીનું ગ્રહણ..

17 October 2020 03:04 PM
Surendaranagar
  • આજથી નવરાત્રી નો પ્રારંભ : ઝાલાવાડની બજારોમાં મંદીનું ગ્રહણ..

કોરોનાની મહામારી વચ્ચેના વધતા કેસો વચ્ચે આજથી નવરાત્રિનો પ્રારંભ થયો છે ત્યારે સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડી અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નવરાત્રી ઉજવવાની પરમીશન આપવામાં આવી છે જેમાં ખાસ કરીને સરકાર દ્વારા એક કલાકનો સમય નવરાત્રી માં ખેલૈયાઓને ગરબા રમવા અને માતાજીની પૂજા-અર્ચના આરાધના કરવા માટે ફાળવવામાં આવ્યો છે. ત્યારે આજથી શરૂ થતી નવરાત્રિના પગલે સુરેન્દ્રનગર જિલ્લાની બજારોમાં મંદનું ગ્રહણ જોવા મળ્યું છે અને વેપારીઓ પણ નવરા જોવા મળી રહ્યા છે કોરોના સંક્રમણ અને કોરોનાની મહામારી વચ્ચે અનેક આયોજકો દ્વારા જિલ્લામાં પ્રાચીન અને અર્વાચીન ગરબીઓ ન યોજવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે તેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાની બજારમાં હાલમાં વેપારીઓમાં મંદીનું ગ્રહણ નડવા પામ્યું છે.


Loading...
Advertisement