મોરબી એલ.ઈ. કોલેજના સહાયક પ્રા.નિલકંઠ ભટ્ટ સિવીલ ઈજનેરી વિદ્યાશાખામાં પીએચડી થયા

17 October 2020 03:03 PM
Surendaranagar
  • મોરબી એલ.ઈ. કોલેજના સહાયક પ્રા.નિલકંઠ ભટ્ટ સિવીલ ઈજનેરી વિદ્યાશાખામાં પીએચડી થયા

મોરબી તા.17
મોરબી શહેરના બ્રાહ્મણ પરિવારના યુવાન એવા નીલકંઠ જયકિશનભાઇ ભટ્ટે સી.યુ.શાહ યુનિવર્સિટિ ખાતેથી સીવીલ ઈજનેરી વિધ્યાશાખામાં પીએચડી અભ્યાસ પૂર્ણ કરી મોરબી શહેર, બ્રહ્મસમાજ તેમજ ભટ્ટ પરિવારનું ગૌરવ વધારેલ છે. નીલકંઠ ભટ્ટ હાલ એલ.ઈ. કોલેજ-મોરબી ખાતે સીવીલ ઈજનેરી વિધ્યાશાખામાં સહાયક પ્રાધ્યાપક તરીખે ફરજ બજાવે છે. તેઓએ " પર્ફોમન્સ એસેસમેંટ એન્ડ ડેવલોપીંગ એ વોટર ટેરિફ ફ્રેમવર્ક ફોર એન અર્બન લોકલ બોડી વિષય પર રિસર્ચ કરેલ છે. નીલકંઠે ડો.પ્રદીપકુમાર મજૂમદાર તેમજ ડો.રાજેશકુમાર આચાર્યનાં માર્ગદર્શન હેઠળ તેમનો થીસિસ તૈયાર કરેલ છે કે જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને નીતિગત પ્રાથમિકતાઓ પરત્વે સ્વમૂલ્યાંકન કરી શહેરી શાસન અને નાગરીકોને ઉત્તમ સેવા પૂરી પાડવા અને ફક્ત શહેરી વિસ્તારોમાં રહેતા વ્યક્તિઓની જીવનશૈલી વધારવા માટે જ નહીં પરંતુ શહેરો અને ખાસ કરીને મોટા મહાનગરો દેશની આર્થિક વૃદ્ધિના વાહક બને તે સુનિશ્ચિત કરવા જરૂરી સમાધાન રજૂ કરે છે. નીલકંઠ ભટ્ટનો થીસિસ ભારતીય શહેરો અને નગરો ઝડપથી વિકાસશીલ અર્થતંત્ર સાથે સુસંગત બને એ માટે જરૂરી નીતિ સુધારણા દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં મદદ કરવાનો એક મહત્વપૂર્ણ અને જન ઉપયોગી પ્રયાસ છે.


Loading...
Advertisement