સુરેન્દ્રનગર જિલ્લામાં રાત્રી દરમિયાન કમોસમી વરસાદના પગલે ખેડૂતોના ઉત્પાદિત માલને નુકસાન..

17 October 2020 03:02 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર જિલ્લામાં રાત્રી દરમિયાન કમોસમી વરસાદના પગલે ખેડૂતોના ઉત્પાદિત માલને નુકસાન..
  • સુરેન્દ્રનગર જિલ્લામાં રાત્રી દરમિયાન કમોસમી વરસાદના પગલે ખેડૂતોના ઉત્પાદિત માલને નુકસાન..
  • સુરેન્દ્રનગર જિલ્લામાં રાત્રી દરમિયાન કમોસમી વરસાદના પગલે ખેડૂતોના ઉત્પાદિત માલને નુકસાન..
  • સુરેન્દ્રનગર જિલ્લામાં રાત્રી દરમિયાન કમોસમી વરસાદના પગલે ખેડૂતોના ઉત્પાદિત માલને નુકસાન..

મગફળી કપાસ અને લીલા ચારાને નુકસાન : ભારે પવન સાથે વરસાદ ના કારણે વઢવાણ જોરાવર નગર રતનપર અને સુરેન્દ્રનગર જિલ્લા શહેરી વિસ્તારમાં અંધારપટ છવાયો : રાત્રે છ કલાક સુધી લાઈટો ગુલ થઈ

(ફારૂક ચૌહાણ)વઢવાણ, તા. 17
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદ વરસવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં 160 ટકા કરતાં પણ વધુ વરસાદ ચાલુ વર્ષે વરસવા પામ્યો છે ત્યારે હજુ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ વિરામ લેવાનું નામ નથી લઈ રહ્યો ત્યાંરે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ થાનગઢ સાયલા ચુડા ગામે કાલે મોડી સાંજથી વરસાદ ના ઝાપટતાં વરસવા પામ્યા હતા ત્યારે કમોસમી ઝાપટાં અચાનક શરૂ થતાં ખેડૂતોના ખેતરોમાં પડેલા ઉત્પાદિત માલ ને ભારે સુરેન્દ્રનગર જિલ્લામાં નુકસાન થવા પામ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે અચાનક વરસાદ કમોસમી રીતે ભારે પવન સાથે અને વાવાઝોડા સાથે શરૂ થતા ખેડૂતોના ખેતરોમાં પડેલા ઉત્પાદિત માલ ને ભારે નુકસાન થવાની ભીતિ સર્જાઇ છે અને ખાસ કરીને જે ઉત્પાદન થયેલ આ માલ ખેડૂતોના ખેતરમાં પડ્યા છે તે હાલમાં પડી જવા પામ્યા છે ત્યારે બીજી તરફ મોડી રાત્રે વરસાદ શરૂ થવા પામ્યો હતો તે વાવાઝોડા અને ભારે પવન સાથે શરૂ થતાં સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક ઈલેક્ટ્રીક વાયર તુટી જવા પામ્યા હતા અને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ જોરાવરનગર રતનપરની અને શહેરી વિસ્તારોમાં છ કલાક સુધી વીજળી નો પુરવઠો ખોરવાઇ જવા પામ્યો હતો.

ત્યારે વરસાદના કારણે બાફ અને ગરમીના કારણે રાત્રી દરમ્યાન સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ ઘરમાં રહેવા પામ્યા હતા બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક કમોસમી વરસાદ શરૂ થતા જિલ્લામાં ખેડૂતોમાં એક પ્રકારે ચિંતાનું મોજું ફરી વળવા પામ્યો છે ત્યારે ચાલુ કરશે 160 ટકા વરસાદના કારણે પહેલેથી જ ખેડૂતો ખેતી ઉત્પાદિત માલમાં ઘસારો ભોગવી ચૂકયા છે ત્યારે હાલમાં જે ઉત્પાદન થયું છે તેને પણ કમોસમી વરસાદના કારણે નુકસાન થવાની ભીતિ હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાઈ છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ વઢવાણ જોરાવરનગર રતનપરની સાયલા ચુડા પંથકમાં આજે રાત્રિ દરમિયાન વરસાદ ખાબકયો છે.જેને લઈને આ વિસ્તારના ખેડૂતોના ઉભા પાકમાં મગફળી અને જે ખેતરમાં તૈયાર થયેલ કપાસ પડ્યા છે તે કપાસને પણ નુકસાન થવાની પરિસ્થિતિ સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાય છે બીજી તરફ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અને કમોસમી ઝાપટા હોવાના કારણે શિયાળુ વાવેતર ને પણ અસર થવાની શક્યતાઓ હાલમાં સ્પષ્ટ રીતે વર્તાઈ રહી છે ત્યારે ખેડૂતોમાં ગઈ કાલે જે મોડીરાત્રે કમોસમી વરસાદ વરસ્યો છે જેના કારણે ખેડૂતોમાં હતાશા વ્યાપી જવા પામી છે.

જિલ્લામાં એક ઇંચ જેટલો વરસાદ
સુરેન્દ્રનગર જિલ્લામાં મોડી રાત્રે અચાનક કમોસમી વરસાદ શરૂ થવા પામ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા થાનગઢ ચુડા વઢવાણ જોરાવરનગર રતનપર વિસ્તારમાં કમોસમી વરસાદ વરસવા પામ્યો હતો જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોને ભારે નુકસાની સર્જવાનો સમય આવ્યો છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના ખેતરોમાં પડેલા ઉત્પાદિત માલના મગફળી કપાસ અને લીલા ચારાને ભારે નુકસાન કમોસમી વરસાદના કારણે થવા પામી છે.

જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે વરસાદી ઝાપટાં પડવા પામ્યા છે તેમાં એક ઇંચ જેટલો વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં ભગવાન પામ્યો છે ત્યારે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પંથકમાં કમોસમી વરસાદ અને ઝાપટાંને પગલે 3 મીમી જેટલો વરસાદ ખાબકયો છે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં પણ 3 મીમી જેટલો વરસાદ મોડી સાંજે નોંધાયો છે બીજી તરફ જિલ્લામાં કમોસમી વરસાદથી સૌથી વધુ વરસાદ સાયલા પંથકમાં નોંધાયો છે.

જેમાં સાયલા પંથકમાં વરસાદી ઝાપટાના કારણે 25 મીમી જેટલો વરસાદ એટલે કે એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે બીજી તરફ ચુડામાં પણ 8 મિમી જેટલો વરસાદી ઝાપટાંને પગલે વરસાદ નોંધાવા પામ્યો છે તે ઉપરાંત લખતર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં વરસ્યા પામ્યા છે.
હવામાન વિભાગે પાંચ દિવસ જિલ્લામાં વરસાદ ખબકવાની આગાહી કરી

સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસમાં વરસાદની આગાહી હોઈ જેને ધ્યાને લઇ ખેડુતોને પાક સંરક્ષણ જણસને સલામત સ્થળે રાખવા અને સુરક્ષા જાળવવા સહિતની કાળજી રાખવા સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવાયુ છે.

જે અન્વયે ખેડૂતોએ પોતાનો ઉત્પાદિત થયેલ પાક એટલે કે ખેત પેદાશ અને ધાસચારો સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો અથવા તાડપત્રી ઢાંકીને રાખવી એ.પી.એમ.સી. અથવા ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ અર્થે લઇ જવાતી ખેત પેદાશો ઢાંકીને લઈ જવી અથવા તો શક્ય હોય તો હવામાન ખાતાની આગાહી હોઈ તેવા સમયે ખેત પેદાશ વેચવાનું ટાળવું..

પશુઓ માટે ઢાળીયા કે કાચા શેડ વ્યવસ્થિત કરવા અને પવનમાં ઉડે નહિ તે જોવું શક્ય હોય તો બાગાયતી પાકોમાં પણ કાળજી લેવી જેમ કે શાકભાજી ફળો વગેરે તુરંત ઉતારી લેવી. બીટી કપાસમાં વીણી કરી લેવી તેમજ મગફળીમાં કાપણી થઇ ગયેલ હોય તો તુરંત પગલા લઈ સુરક્ષીત જગ્યાએ રાખી લેવું, તેમજ શાકભાજી વગેરેમાં પિયત ટાળવુ ઉપરાંત ખેતી ઇનપુટ જેવા કે બિયારણ ખાતર વગેરેનો જથ્થો પણ સલામત સ્થળે રાખવો તથા ઉભા પાકમાં હાલ નાઈટ્રોજન યુક્ત ખાતર એટલે કે યુરિયા એમોનિયા ખાતર આપવાનું શક્ય હોય તો ટાળવું તેમજ ખેડુતોએ મોબાઇલ ફોન અને ટોર્ચ વગેરે ચાર્જ કરીને રાખવું અને સુરક્ષા તેમજ સલામતી માટે તમામ વ્યવસ્થા રાખવા વધુમાં જણાવાયું છે.


Loading...
Advertisement