રૂા.80 હજારના લાંચ કેસમાં જાફરાબાદના તત્કાલીન નાયબ મામલતદારને 7 વર્ષની કેદ

17 October 2020 02:59 PM
Amreli
  • રૂા.80 હજારના લાંચ કેસમાં જાફરાબાદના તત્કાલીન નાયબ મામલતદારને 7 વર્ષની કેદ

સજા સાથે 50 હજારનો દંડ : વળતર ચૂકવવા હુકમ

(મિલાપ રૂપારેલ)
અમરેલી તા.17
વર્ષ 2011ના રૂપિયા 80 હજારની લાંચ કેસમાં જાફરાબાદનાં તત્કાલીન નાયબ મામલતદારને 7 વર્ષની સજા ફરમાવી છે.
જિલ્લા મદદનીશ સરકારી વકીલ બી.એમ. શિયાળની ધારદાર દલીલ બાદ રાજુલા એડી. સેશન્સ અને સ્પેશ્યલ (એ.સી.બી.) કોર્ટના જજ એસ.પી. ભટ્ટે પુરાવાઓ માન્ય રાખી જાફરાબાદના નાયબ મામલતદાર આરોપી અલ્તાફભાઈ કાળુભાઈ પરમારે સને-ર011માં જાફરાબાદમાં મામલતદાર કચેરીમાં પોતાની ફરજ દરમિયાન વારસાઈ નોંધ પાડવા માટે રૂા. 80,000ની લાંચની રકમની માગ કરતા તેના વિરૂઘ્ધ અમરેલી એ.સી.બી. દ્વારા છટકુ ગોઠવીને પકડેલ તે કેસ ચાલી જતા સાત વર્ષની સજા અને રૂા. પ0,000નો દંડ અને ફરિયાદીને રૂા. ર,00,000 વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરેલ છે. આ હુકમથી જિલ્લાના લાંચીયા અધિકારીમાં ફફડાટ ફેલાઈ ગયેલ છે.


Loading...
Advertisement