અમરેલી જિલ્લામાં વિહિપના હોદેદારોની વરણી

17 October 2020 02:51 PM
Amreli
  • અમરેલી જિલ્લામાં વિહિપના હોદેદારોની વરણી

ગીરીયા મુકામે જાગૃત હનુમાન આશ્રમ ખાતે સંતોના સાનિઘ્યમાં અમરેલી જિલ્લા તેમજ શહેરના હોદેદારોની એક બેઠક મળેલ. આ બેઠકમાં જિલ્લા ઉપાઘ્યક્ષ હસમુખભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ જિલ્લા તેમજ શહેરની ટીમનું વિસ્તરણ કરવામાં આવ્યું. જેમાં પંકજભાઈ ખંભોળીયાને જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ઉપાઘ્યક્ષ, જયરાજભાઈ રાઠોડને જિલ્લા બજરંગ દળના સહસંયોજક તેમજ બાબુલભાઈ (બ્રિજેશભાઈ) ત્રિવેદીની કાર્યશૈલી અને કુશળતાને ઘ્યાનમાં રાખી અમરેલી શહેર વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી. તદ્ઉપરાંત, ગીરીયાજાગૃત હનુમાન આશ્રમ મહંત રામમનોહરદાસ બાપુ ભસંત સુરક્ષા પરિષદભના સૌરાષ્ટ્ર ક્ષેત્રના અઘ્યક્ષ તરીકે નિમણૂંક પામતા સંજયભાઈ રામાણી, રશ્મિનભાઈ ત્રિવેદી, રાજુભાઈ વિઠલાણી, રાજુભાઈ ગોહિલ તેમજ પ્રતાપસિંહ રાઠોડ દ્વારા ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું. આ કાર્યમાં વિવિધ સંતોની પણ ઉપસ્થિતિએ સોનામાં સુગંધ ભેળવી. અમરેલી જિલ્લા અઘ્યક્ષ ભાનુભાઈ કિકાણી તેમજ હસમુખભાઈ દુધાતે આગામી દિવસોમાં શસ્ત્રપૂજા તેમજ ત્રિશૂલ દિક્ષા કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપ્યું. સમગ્ર બેઠકનું સંચાલન અમરેલી વિશ્વ હિન્દુ પરિષદ નગર અઘ્યક્ષ આશિષભાઈ ગણાત્રા દ્વારા કરવામાં આવ્યું. આ બેઠકમાં દુર્ગાવાહિનીના બહેનો, બજરંગ દળના બજરંગી કાર્યકરો પણ ઉપસ્થિત રહયા હતા.


Loading...
Advertisement