માંગરોળ નજીક કારમાંથી વિદેશી દારૂ જપ્ત : બે ઝડપાયા

17 October 2020 02:46 PM
Junagadh Crime
  • માંગરોળ નજીક કારમાંથી વિદેશી દારૂ જપ્ત : બે ઝડપાયા

દારૂનો જથ્થો જુનાગઢના રબારીનો હોવાનું ખુલ્યુ : ગુનો દાખલ

જુનાગઢ, તા. 17
ગતરાત્રીના નવરાત્રીની પૂર્વ સંધ્યાએ માંગરોળ પીએસઆઇ એન.કે.વીંઝુડએ ઇકો ગાડીને રોકી ચેક કરતા 8પ બોટલ ઇંગ્લીશ દારૂ સાથે બાંટવા અને માંગરોળના બે શખ્સોને દબોચી લીધા હતા જેમાં દારૂનો જથ્થો જુનાગઢના રબારી ડાયા કરમટાનો હોવાનું ખુલવા પમાતા ત્રણેય સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ અંગે માંગરોળ પોલીસમાંથી મળતી વિગત મુજબ માંગરોળ પીએસઆઇ એન.કે.વીંઝુડા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે રાત્રીના પોણા દશના સુમારે માંગરોળ કપાસીયા નળના નાકા પાસે ઇકો મારૂતી સુુઝુકી ફોર વ્હીલ જીજે 3 જેઆર 8646 ને રોકી ચેક કરતા ગાડીમાંથી 8પ બોટલ ઇંગ્લીશ દારૂ કિંમત રૂા. 34000 સાથે બાંટવાના ભીમનાથ રોડ કચ્છી વાડનો રહીશ રબારી નાથા દાસા કોડીયાતર અને માંગરોળ શકિતનગરમાં રહેતો રબારી પરાગ ભીખા છેલાણાને હેરાફેરી કરતા દબોચી લીધા હતા તેમની પ્રાથમિક પુછપરછમાં આ માલ જુનાગઢ ગાંધીગ્રામનો રહીશ ડાયા કરમટાનો હોવાનું ખુલવા પામ્યુ હતું ત્રણેય સામે ગુનાનોની પોલીસે જુનાગઢના રસ્તા પર ડાયા કરમટાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement