કેશોદના પીપળી પાટીયા પાસે બકરા ચરાવતા રબારી પર હુમલો : ગંભીર ઇજા

17 October 2020 01:45 PM
Junagadh
  • કેશોદના પીપળી પાટીયા પાસે બકરા ચરાવતા રબારી પર હુમલો : ગંભીર ઇજા

બાંટવાના થાપલા ગામે ઝગડામાં વચ્ચે યુવાનને ખપાળી મારી : ઇજા

જુનાગઢ, તા. 17
કેશોદના પીપળીના પાટીયા પાસે બનેલી ઘટનાના બનાવમાં બકરા લઇને આવતા રબારી શખ્સ પાસે છુટા પથ્થરોના ઘા મારી માથુ ફોડી નાખી જાનથી પતાવી દેવાની ધમકીની બે સામે ફરીયાદ નોંધાઇ છે. આ બનાવની વિગત મુજબ પીપળી ગામના પાટીયે રહેતા અને બકરા રાખી ગુજરાન ચલાવતા રબારી રાજભાઇ પોલાભાઇ ગરસર (ઉ.વ.4પ) ગઇકાલે બકરા ચરાવીને આવી રહ્યા હતા ત્યારે આરોપી સીકંદર ઉર્ફે શીકલો રે. ઉતાવળી નદીના કાંઠાવાળો અને એક અજાણ્યા શખ્સે મો.સા.માં આવી બકરૂ માંગતા જે આપવાની ના પાડતા આ બંનેએ ભુંડી ગાળો ભાંડી છુટ્ટો પથ્થર માથામાં ઝીંકી લોહી લોહાણા કરી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાઇ છે. કેશોદ પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
મારામારી
બાંટવાથી 14 કિ.મી. દુર થાપલા ગામે રહેતા લાખાભાઇ થાપલીયા (ઉ.વ.30)એ બાંટવા પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગઇકાલે બપોરના તેમના કાકા ભત્રીજા સાથે આરોપીઓ મેરામણ પરબત, મહેશ મેરામણ અને શાંતાબેન મેરામણ પાણી ઢોળવા બાબતે ઝગડો કરતા હોય તેને વચ્ચે પડી લાખાભાઇ પરબતભાઇ થાપલીયા સમજાવવા જતા મેરામણ રબતે લોખંડની ખપારી મહેશ મેરામણે લોખંડની કોશ માથામાં મારતા લોહી લોહાણ કરી કોણીના ભાગે પણ ખપારીનો ઘા ઝીંકી ભુંડી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા બાંટવા પીએસઆઇએ તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement